Home /News /gujarat /

નોટબંધી : મોદી સરકારને નિતિશકુમારનું સમર્થન, કહ્યું-હવે બેનામી સંપત્તિ રાખનારાઓ સામે થાય કાર્યવાહી

નોટબંધી : મોદી સરકારને નિતિશકુમારનું સમર્થન, કહ્યું-હવે બેનામી સંપત્તિ રાખનારાઓ સામે થાય કાર્યવાહી

બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. બુધવારે મધુબનીના વાટસન સ્કૂલમાં નિશ્વય યાત્રા અંતર્ગત ચેતના રેલીમાં નિતિશકુમારે કહ્યું કે, હું 500 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને સમર્થન આપું છું. આનાથી બ્લેક મની બહાર આવશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. બુધવારે મધુબનીના વાટસન સ્કૂલમાં નિશ્વય યાત્રા અંતર્ગત ચેતના રેલીમાં નિતિશકુમારે કહ્યું કે, હું 500 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને સમર્થન આપું છું. આનાથી બ્લેક મની બહાર આવશે.

વાંચો : બ્લેકના વ્હાઇટ કરવા શું બોલાઇ રહ્યો છે ભાવ?

મુખ્યમંત્રીએ કહ્યું કે, બ્લેક મની બાદ હવે સરકારે બેનામી સંપત્તિ રાખનારાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવી જોઇએ. કેટલાય લોકો બે નંબરના કારોબારથી એશ કરી રહ્યા છે. એમની સામે પણ સખત કાર્યવાહીની જરૂરીયાત છે.

વાંચો : ભાજપે બ્લેક મની કર્યું વ્હાઇટ, જેપીસી તપાસની માંગ...

નિતિશકુમારે કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપ્યા બાદ લોકોને પડી રહેલી હાલાકી અંગે પણ સરકારનું ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે, નોટબંધીનો નિર્ણય યોગ્ય છે. પરંતુ સરકારે આ લાગુ કરતાં પહેલા આ અંગે પુરતી તૈયારી કરી લેવાની જરૂર હતી. કે જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. નોટબંધીના નિર્ણયને સફળ બનાવવા માટે સરકારે ઝડપથી લોકોની મુશ્કેલીઓ દુર કરવા માટે પ્રયાસ કરવા જોઇએ.

વાંચો : કતારમાં ઉભેલા લોકોની પીએમ માંગે માફી...
First published:

Tags: 500 1000 રૂપિયા, નરેન્દ્ર મોદી, નિતિશકુમાર, નોટબેન, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन