Home /News /gujarat /નોટબંધી : આજે પણ સંસદમાં સંગ્રામ થવાની સંભાવના, વિપક્ષ કરશે સ્થગિતની માંગ

નોટબંધી : આજે પણ સંસદમાં સંગ્રામ થવાની સંભાવના, વિપક્ષ કરશે સ્થગિતની માંગ

#બુધવારથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં નોટબંધી મુદ્દે થયેલી ચર્ચા બાદ આજે પણ આ મામલે ગરમાગરમી થવાની સંભાવના છે અને વિપક્ષો દ્વારા નોટબંધી સંદર્ભે સ્થગિત પ્રસ્તાવ કરવામાં આવે એવી શક્યતા છે.

#બુધવારથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં નોટબંધી મુદ્દે થયેલી ચર્ચા બાદ આજે પણ આ મામલે ગરમાગરમી થવાની સંભાવના છે અને વિપક્ષો દ્વારા નોટબંધી સંદર્ભે સ્થગિત પ્રસ્તાવ કરવામાં આવે એવી શક્યતા છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #બુધવારથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યસભામાં નોટબંધી મુદ્દે થયેલી ચર્ચા બાદ આજે પણ આ મામલે ગરમાગરમી થવાની સંભાવના છે અને વિપક્ષો દ્વારા નોટબંધી સંદર્ભે સ્થગિત પ્રસ્તાવ કરવામાં આવે એવી શક્યતા છે.

વાંચો : શિયાળું સત્રના પ્રારંભે કોંગ્રેસના નેતાએ શું કર્યા હતા પ્રહાર...

રાજ્યસભામાં બુધવારે શિયાળુ સત્રના પ્રારંભે નોટબંધી મામલે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી. કોંગ્રેસના નેતા આનંદ શર્મા, બીએસપી અધ્યક્ષ માયાવતી, રામગોપાલ યાદવ, જેડીયૂ નેતા શરદ યાદવ સહિત તમામ વિપક્ષોએ સરકાર સામે નિશાન તાક્યું હતું. બુધવારે થયેલી આ ચર્ચામાં વિપક્ષે સરકારને ઘેરી હતી.

વાંચો : નોટબંધી મામલે માયાવતીએ શાની કરી માંગ?

કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષી દળો ગુરૂવારે પણ નોટબંધી મામલે મક્કમ છે અને સરકારને આ મુદ્દે ઘેરવા તૈયારી કરી રહ્યા છે. વિપક્ષો દ્વારા આજે રાજ્યસભામાં નોટબંધીના મોદી સરકારના નિર્ણય સામે સ્થગિત પ્રસ્તાવ લાવે એવી સંભાવના છે.

વિપક્ષી નેતાઓનું કહેવું છે કે મોટી નોટો અમાન્ય કરવાના કારણે ખેડૂતો. મજુરો અને નાના વેપારીઓ સહિત આમ આદમીને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
First published:

Tags: કોંગ્રેસ, નોટબંધી, ભાજપ, રાજ્યસભા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन