Home /News /gujarat /હાશ, 'મા ગુજરાતી' પરત આવી! તમામ સ્કૂલોમાં હવેથી ગુજરાતી ફરજિયાત

હાશ, 'મા ગુજરાતી' પરત આવી! તમામ સ્કૂલોમાં હવેથી ગુજરાતી ફરજિયાત

  ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય કરતા ગુજરાતની તમામ સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. આ અંગે ગુજરાત સરકાર વિધાનસભામાં ખાસ વિધેયક પસાર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું.

  વિધેયક પ્રમાણે ગુજરાત રાજ્યમાં આવેલી તમામ બોર્ડની સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત છે. આ વિઘેયક પ્રમાણે, હવેથી CBSE,ICSE,IB,CISCE વગેરે બોર્ડની શાળાઓમાં પણ ગુજરાતી ભણાવવામાં આવશે. આ અંતર્ગત ધોરણ-1 અને ધોરણ-2માં પરિચયાત્મક ભાષા શિક્ષણ આપવામાં આવશે.

  નવા સત્રથી દાખલ થશે ગુજરાતી વિષય

  ગુજરાતી વિષય ફરજિયાત કર્યા બાદ હવે વિવિધ સ્કૂલોમાં આગામી સત્રથી આ વિષય દાખલ કરવામાં આવશે, એટલે કે વર્ષ 2018-19ના નવા શરૂ થતા સત્રથી જ આ નિયમ લાગુ પડી જશે.

  ગુજરાતી ભાષાને બચાવવા સરકારનો પ્રયાસ!

  છેલ્લાં થોડાં વર્ષોથી સતત શિક્ષણવિદો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી રહી હતી કે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવી રહી છે. સ્ટુડન્ટ્સ હવે ગુજરાતીના બદલે અન્ય ભાષા તરફ વળી રહ્યા છે. એવા સમયે ગુજરાતી ભાષા કેટલો સમય જીવશે તેવી પણ ચર્ચા થવા લાગી હતી. એટલું જ નહીં રાજ્યમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોની સંખ્યામાં પણ સતત ઘટાડો થવા લાગ્યો હતો. આ તમામ બનાવો વચ્ચે હવે સરકારે અચાનક જાગીને ગુજરાતી ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bhupendra Sinh Chudasama, Compulsory, Gujarati language, Schools, ગુજરાત, સરકાર

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन