Home /News /gujarat /

ગુજરાતીઓએ 4 મહિનામાં જાહેર કર્યુ રૂ. 18,000 કરોડનું કાળુ નાણું

ગુજરાતીઓએ 4 મહિનામાં જાહેર કર્યુ રૂ. 18,000 કરોડનું કાળુ નાણું

પ્રતિકાત્મક તસવીર

આ આંકડો 2016માં ફક્ત 4 મહિનાનો છે. વર્ષ 2016માં આખા દેશમાં જાહેર થયેલા કાળાનાણાંનો 29 ટકા હિસ્સો છે

    અમદાવાદ: બ્લેક મની માટે દાખલ કરવામાં આવેલી RTIમાં મોટો ખુલાસો થયો છે. ગુજરાતમાં કેન્દ્ર સરકારની ઇનકમ ડિક્લેરેશન સ્કીમ હેઠળ 18 હજાર કરોડ રૂપિયાનું કાળુનાણું જાહેર કરવામાં આવ્યું છે. આ આંકડો 2016માં ફક્ત 4 મહિનાનો છે. વર્ષ 2016માં આખા દેશમાં જાહેર થયેલા કાળાનાણાંનો 29 ટકા હિસ્સો છે.

    TOI દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, જૂનથી સપ્ટેમ્બર 2016 દરમિયાન કાળા નાણાં માટે IDS દ્વારા મોટો ખુલાસો કરવામાં આ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગનાં એક RTIનાં જવાબમાં કહેવામાં આવ્યું છે કે, જૂનથી સપ્ટેમ્બર 2016માં IDSએ 18,000 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે. પ્રોપર્ટી ડિલર મહેશ શાહની ગેરકાયદેસર આવકનાં ખુલાસો કરતા પહેલાં અને નોટબંધીની ચર્ચામાં આવતા પહેલા તેની જાહેરાત થઇ ગઇ હતી.

    21 ડિસેમ્બર 2016 ભારત સિંહ ઝાલા એ એક RTI મુકને બ્લેક મની વિશે માહિતી માંગી હતી. જેનો જવાબ આશરે બે વર્ષ બાદ મળ્યો છે. જોકે ઇનકમ ટેક્સ વિભાગનાં નેતા, પોલીસ અને બ્યૂરોક્રેટ્સની જાહેર આવક વિશે કોઇ જાણકારી જાહેર કરી નથી.

    RTI દાખલ કરાવનારા ઝાલાનું કહેવું છે કે, 'મને 2 વર્ષનાં સંઘર્ષ બાદ આ જાણકારી મળી, પહેલાં તેમનાં આવેદન પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું. પછી ગુજરાતી ભાષા હોવાને કારણે જાણખારી આપવાનો ઇનકાર કરી દીધો હતો. પણ આ વર્ષે 5 સપ્ટેમ્બરનાં CICએ દિલ્હીનાં ઇનકમ ટેક્સ વિભાગને આ નિર્દેશ આપ્યા કે આ RTIની જાણકારી આપવામાં આવે.'

    કેન્દ્ર સરકાર તરફથી 2016માં ઇનકમ ડિલ્લેરેશન સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ જૂન 2016થી સપ્ટેમ્બર 2016 વચ્ચે લોકોએ તેમની છુપી આવક જાહેર કરી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: આરટીઆઇ, કાળુ નાણું, ગુજરાત, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन