Home /News /gujarat /નોટની પારાયણ: ટોલ બુથ વધુ ચાર દિવસ માટે વાહન ચાલકો માટે ફ્રી

નોટની પારાયણ: ટોલ બુથ વધુ ચાર દિવસ માટે વાહન ચાલકો માટે ફ્રી

પાંચસો અને એક હજારની જુની ચલણી નોટ ચલણમાંથી રદ કરાતાં ઉભી થયેલી પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકાર દ્વારા નેશનલ હાઇવે પર ટોલ બુથ પર ફ્રી સમય મર્યાદા વધુ ચાર દિવસ વધારવામાં આવી છે.

પાંચસો અને એક હજારની જુની ચલણી નોટ ચલણમાંથી રદ કરાતાં ઉભી થયેલી પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકાર દ્વારા નેશનલ હાઇવે પર ટોલ બુથ પર ફ્રી સમય મર્યાદા વધુ ચાર દિવસ વધારવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #પાંચસો અને એક હજારની જુની ચલણી નોટ ચલણમાંથી રદ કરાતાં ઉભી થયેલી પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકાર દ્વારા નેશનલ હાઇવે પર ટોલ બુથ પર ફ્રી સમય મર્યાદા વધુ ચાર દિવસ વધારવામાં આવી છે.

બ્લેક બની અને ભ્રષ્ટાચારને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત 8મીની મધરાતથી 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કરી દેવાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બેંકો દ્વારા નવી નોટ આપવાની તથા જુની નોટો બેંકમાં જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ લાંબી કતારોને પગલે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ સંજોગોમાં પેટ્રોલ પંપ, હોસ્પિટલ અને ટોલ બુથ સહિતની ઇમરજન્સી સ્થળોએ દેશવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે સરકાર દ્વારા પેટ્રોલ પંપ, હોસ્પિટલમાં જુની સ્વીકારવા તથા નેશનલ હાઇવે પરના ટોલ બુથ વાહન ચાલકો માટે ફ્રી કરવાનો નિર્ણય લેવાયો હતો.

જેમાં હોસ્ટિપલ અને પેટ્રોલ પંપે જુની નોટ સ્વીકારવાનો સમય વધારાયો છે અને આગામી 24મી નવેમ્બર સુધી સમય મર્યાદા કરવામાં આવી છે. આ ઉપરાંત ટોલ બુથ પર આજ મધરાતથી પૂર્ણ થતી સમય મર્યાદાને વધારવામાં આવી છે.

સરકાર દ્વારા વધુ ચાર દિવસ ટોલ બુથ વાહન ચાલકો માટે ફ્રી કરી દેવાયા છે. આગામી 18મી નવેમ્બર સુધી દેશના નેશનલ હાઇવે પરના ટોલ બુથ ફ્રી રહેશે.
First published:

Tags: 500-1000 નોટ બંધ, ટોલ પ્લાઝા, નોટ માટે પડાપડી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन