Home /News /gujarat /નોટબંધીના નિર્ણય બાદ વડાપ્રધાનની પણ ઉંઘ હરામ, અપડેટ પર રાખે છે સતત નજર

નોટબંધીના નિર્ણય બાદ વડાપ્રધાનની પણ ઉંઘ હરામ, અપડેટ પર રાખે છે સતત નજર

500 અને 1000 રૂપિયાની જુની નોટ બંધ કરવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઉંઘ જાણે હરામ થઇ છે. આ નિર્ણય મોદી માટે પણ કપરો સાબિત થઇ રહ્યો છે. સામાન્ય માણસોની પરેશાનીથી લઇને બેંકોમાં થઇ રહેલી તમામ ગતિવિધિઓ વડાપ્રધાનને જણાવાઇ રહી છે.

500 અને 1000 રૂપિયાની જુની નોટ બંધ કરવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઉંઘ જાણે હરામ થઇ છે. આ નિર્ણય મોદી માટે પણ કપરો સાબિત થઇ રહ્યો છે. સામાન્ય માણસોની પરેશાનીથી લઇને બેંકોમાં થઇ રહેલી તમામ ગતિવિધિઓ વડાપ્રધાનને જણાવાઇ રહી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી# 500 અને 1000 રૂપિયાની જુની નોટ બંધ કરવાના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ઉંઘ જાણે હરામ થઇ છે. આ નિર્ણય મોદી માટે પણ કપરો સાબિત થઇ રહ્યો છે. સામાન્ય માણસોની પરેશાનીથી લઇને બેંકોમાં થઇ રહેલી તમામ ગતિવિધિઓ વડાપ્રધાનને જણાવાઇ રહી છે.

ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી જ્યારે જાપાનના પ્રવાસે હતા ત્યારે પણ એમને બબ્બે કલાકે અપડેટ અપાતું હતું. રવિવારે મોડી રાતે પણ વડાપ્રધાન નિવાસે કેબિનેટના ઉચ્ચ મંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ કક્ષાની બેઠક કરી હતી.

આ બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરૂણ જેટલી, દુરસંચાર મંત્રી વૈકેયા નાયડૂ, પિયૂષ ગોયલ અને આર્થિક નાણાં સચિવ શશિકાન્ત દાસ સહિત નાણા મંત્રાયલના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

નોટબંધીના નિર્ણય બાદ સામાન્ય લોકોની પ્રતિક્રિયા, વિપક્ષી નેતાઓના નિવેદન, બેંકો એટીએમમાં નાણાને લઇને થતી ફરિયાદો અને એના ઉકેલ તમામ પાસાઓ પર પીએમ નજર રાખી રહ્યા છે.

ઇકોનોમી ટાઇમ્સના અનુસાર બેંકોના અધિકારીઓ પોતાના સ્ટાફને પણ મોડી રાત સુધી કામ કરવા માટે કહેવાયું છે. આ ઉપરાંત કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓ પણ બેંકોના ઉચ્ચ અધિકારીઓના સતત સંપર્કમાં છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, કરન્સી બેન, નરેન્દ્ર મોદી, નોટબંધી, વડાપ્રધાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन