અમદાવાદ #ભાજપના કોર્પોરેટર પરેશ પટેલે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના મામલે પાસ નેતા હાર્દિક પટેલ સહિત સામે ફરિયાદ નોંધાવતાં વધુ એકવાર રાજકારણ ગરમાયું છે. આ મામલે હાર્દિક પટેલ આજે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવાનો છે એ પૂર્વે પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ન્યૂઝ18 ઇટીવી સાથે ખાસ મુલાકાત આપી. ઇટીવીના પ્રતિનિધિ તેજશ વૈદ્ય સાથેની મુલાકાતમાં હાર્દિક પટેલે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યો, આવો જાણીએ શું કહ્યું?
સવાલ: ભાજપના કોર્પોરેટર પરેશ પટેલે તમે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની તમારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે, શું કહેશો આ અંગે?
ભાજપના કોર્પોર્ટર પરેશ પટેલે જીવથી મારી નાંખવાની ફરિયાદ મામલે પહેલા પણ કહ્યું હતું કે આ ભાજપના કોર્પોર્ટર છે અને ખોટી ફરિયાદ કરી છે. જીવથી મારી નાંખવાની ધમકી આપવા કોઇ રાતે અઢી વાગ્યે ગયું જ ન હતું. કેમ કે એ સમયે અમે પોલીસ સ્ટેશને હાજર હતા. અમારી પાટીદાર યુવાનોની જે ધરપકડ કરી હતી એમને છોડાવવા માટે અમે પોલીસ સ્ટેશન ગયા હતા. બીજી વાત એ છે કે તમામ લોકોને ખબર છે કે આ ખોટી ફરિયાદ છે. ખોટી એફઆરઆઇ કરી છે. પાટીદાર યુવાનોને ચૂંટણી ટાણે જેલમાં મોકલી ખોટી રીતે હેરાન કરવા, લોકોમાં ભયનો માહોલ ઉભો કરવો એ ભાજપની ચાલ છે. અને સફળતા મેળવવાના પ્રયાસ છે. આજે અમે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થઇશું અને કાયદાને માન આપીશું. કાયકાદીય જે પણ પ્રક્રિયા હશે એને ફોલો કરીશું.
સવાલ: ત્યાં તો તોડફોડ કરવામાં આવી હતી, એવી રજુઆત કરવામાં આવી છે?
રજુઆત તો કોઇ પણ કરી શકે છે. કાલે ઉઠીને કોઇ એમ કહી શકે કે, દાઉદ સાથે હાર્દિકના સંબંધ છે. પણ એ બધુ તો કોર્ટ નક્કી કરશે. તોડફોડ થઇ હોત તો મીડિયાએ પણ બતાવી હોત, પરંતુ મીડિયાએ પણ બતાવી ન હતી.
સવાલ : તમે અહિંસક રીતે રાતે રજુઆત કરી હતી?
ચૂંટાયેલા પ્રતિનિધિત્વ છે એમને રજુઆત કરવી એ લોકતાંત્રિક દેશમાં બંધારણે અધિકારી આપેલો છે.