Home /News /gujarat /એટીએમ પહોંચી 500ની નવી નોટ, હાથમાં આવતાં પહેલાં જાણો ખાસિયત

એટીએમ પહોંચી 500ની નવી નોટ, હાથમાં આવતાં પહેલાં જાણો ખાસિયત

#500 અને 1000ની જુની નોટ ચલણમાંથી રદ કરી દેવાયા બાદ આરબીઆઇએ 2000 રૂપિયાની નોટ જાહેર કર્યા બાદ હવે 500ની નવી નોટ પણ જાહેર કરી છે. 2000 રૂપિયાની ગુલાબી નોટ 10 નવેમ્બરથી જ બેંકોમાં મળી રહી છે. હવે આરબીઆઇએ 500 રૂપિયાની નવી નોટ પણ જાહેર કરી દીધી છે. જે લીલા રંગની છે.

#500 અને 1000ની જુની નોટ ચલણમાંથી રદ કરી દેવાયા બાદ આરબીઆઇએ 2000 રૂપિયાની નોટ જાહેર કર્યા બાદ હવે 500ની નવી નોટ પણ જાહેર કરી છે. 2000 રૂપિયાની ગુલાબી નોટ 10 નવેમ્બરથી જ બેંકોમાં મળી રહી છે. હવે આરબીઆઇએ 500 રૂપિયાની નવી નોટ પણ જાહેર કરી દીધી છે. જે લીલા રંગની છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #500 અને 1000ની જુની નોટ ચલણમાંથી રદ કરી દેવાયા બાદ આરબીઆઇએ 2000 રૂપિયાની નોટ જાહેર કર્યા બાદ હવે 500ની નવી નોટ પણ જાહેર કરી છે. 2000 રૂપિયાની ગુલાબી નોટ 10 નવેમ્બરથી જ બેંકોમાં મળી રહી છે. હવે આરબીઆઇએ 500 રૂપિયાની નવી નોટ પણ જાહેર કરી દીધી છે. જે લીલા રંગની છે.

500ની નવી નોટમાં શું છે ખાસ?

1. 500 રૂપિયાની નવી નોટ 66 મીલીમીટર પહોળી અને 150 મીલીમીટર લાંબી છે. આ નોટને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેની નકલ કરવી અઘરૂ છે.

2. આરબીઆઇના જણાવ્યા અનુસાર નોટની આગળના ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસ્વીર છે. પાછળની તરફ સ્વચ્છ ભારત અભિયાનનો લોગો અને લાલ કિલ્લાની તસ્વીર છે.

3. 500 રૂપિયાની આ નવી નોટમાં મહાત્મા ગાંધીની તસ્વીરની જગ્યા પણ અગાઉની નોટ કરતાં બદલવામાં આવી છે. પાંચસો રૂપિયાના લખાણની સાથોસાથ નોટ છાપકામનું વર્ષ પણ લખવામાં આવ્યું છે.

4. નોટમાં જમણી બાજુ એક તરફ ગોળાઇમાં 500 રૂપિયા લખ્યું છે. 500ની નોટમાં જમણીબાજુએ વધુ પાંચ લાઇન આપવામાં આવી છે. આ નોટમાં ભારતનો રાષ્ટ્રધ્વજ પણ છે.

5. આરબીઆઇએ કહ્યું કે, 500ની નવી નોટ જુની નોટથી ઘણી અલગ છે. આ નવી નોટ પત્થરની જેવા સ્લેટીયા રંગની છે. આ નોટને સહેજ ત્રાંસી કરવાથી સુરક્ષા લાઇન લીલા રંગથી વાદળી રંગની દેખાય છે.

6. 500ની આ નવી નોટ હવે એટીએમમાં પણ ઉપલબ્ધ થશે

7.રવિવારે નોટ પ્રસિધ્ધ કરાયા બાદ દિલ્હીના પોર્લિયામેન્ટ સ્ટ્રીટના એસબીઆઇ બ્રાન્ચમાં સૌથી પહેલા આબીદ અલીને મળી હતી.

8.આ નોટ પર જમણી અને ડાબી બંને બાજુએ પાંચ મોટી મોટી લાઇનો છે.
First published:

Tags: કરન્સી બેન, નોટ માટે પડાપડી, નોટબંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन