Home /News /gujarat /

ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત

ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત

મોનલ ગજ્જર

    ગુજરાતી ફિલ્મ 'થઇ જશે'માં લીડ અભિનેત્રીનો રોલ કરનારી મોનલ ગજ્જરની કારને અમદાવાદ-ઉદયપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. મોનલ જન્મદિવસની ટ્રીપ કરીને મિત્રો સાથે પરત ફરી રહી હતી ત્યારે તેની કારને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. મોનલ અને તેના મિત્રો સુરક્ષિત છે.

    વિશ્વ મહિલા દિવસ પહેલા એક વીડિયો શેર કરીને આવી હતી ચર્ચામાં

    અભિનેત્રી મોનલ ગજ્જર વિશ્વ મહિલા દિવસના બે દિવસ પહેલા એક વીડિયો શેર કરીને ચર્ચામાં આવી હતી. અમદાવાદમાં યુનિવર્સિટી રોડ ખાતે તેણે જાહેરમાં પેશાબ કરી રહેલા એક વ્યક્તિને અટકાવ્યો હતો અને તેને આવું ન કરવા સમજાવ્યું હતું. જોકે, યુવકે અભિનેત્રી સાથે ખરાબ વર્તન કરીને ત્યાં જ પેશાબ કર્યો હતો. આ અંગેનો વીડિયો મોનલે પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો હતો.

    મોનલની કારને અમદાવાદ-ઉદયપુર હાઇવે પર અકસ્માત નડ્યો


    ફિલ્મ કારકિર્દી

    મોનલ ગજ્જરનો જન્મ અમદાવાદમાં થયો છે. ફિલ્મ પહેલા તે એક ખાનગી બેંકમાં પણ કામ કરી ચુકી છે. બોલિવૂડ પહેલા તે સાઉથની ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. મલ્હાર ઠાકર સાથે તેણે ગુજરાતી ફિલ્મ 'થઈ જશે'માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. સૌપ્રથમ તેણે 'આઇ વિશ' નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. આ બાદ તેણે 'આવ તારુ કરી નાખું' અને તાજેતરમાં તે 'રેવા' ફિલ્મમાં પણ જોવા મળી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarati movie, Monal Gajjar, અકસ્માત, રાજસ્થાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन