ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં ગુજરાતી ફિલ્મોથી રાજકારણમાં પ્રવેશ કરનારા કનોડિયા પરિવારે આજે મતદાન કર્યુ હતું. કનોડિયા બંધુ નરેશ-મહેશ સાથે હિતુ કનોડિયાએ મતદાન કરી અને ગુજરાતીઓને મતદાન માટે અપીલ કરી હતી.
નરેશ કનોડિયાએ કહ્યું, “આજે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ ટાટા બિરલા હોય કે ઝૂંપડામાં રહેતા લોકો સૌનો મત એક સમાન છે. આજે જ્યારે લોકો મતદાન કરતાં પહેલાં પોતાના મા-બાપ વડીલોનો આશિર્વાદ લેતા હોય છે ત્યારે હું મારા તીર્થ સમાન મારા મોટા ભાઈ નરેશ ભાઈના આશિર્વાદ લઉ છું. સૌ મતદાન કરજો, સત્યનો જ વિજય થશે.”
હિતુ કનોડિયાએ યુવાનોને અપીલ કરતા કહ્યું,“યંગસ્ટર્સ તમે જીમમાં જાવ છો, નાઇટ આઉટ્સ કરો છો, પાર્ટી કરો છો તેટલા જ ઉત્સાહથી મતદાન કરજો કારણ કે તમારો એક વોટ આવનારા પાંચ વર્ષ માટે તમારૂ ભવિષ્ય ઘડશે.”
મહેશ-નરેશ અને હિતુ કનોડિયાએ મતદાન કરી અને સાથે ગીત ગાઈને કહ્યું હતું કે 'સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેંગા મિલ કર બોજ ઊઠાના સાથી હાથ બઢાના' ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં નરેશ કનોડિયાનો ચાર્ટડ પ્લેન સાથેનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહેતા નજરે આવ્યા હતા કે લોકો મને પૂછે કે તમે છેલ્લે છેલ્લે કેમ દેખાયા ? તો મારે કહેવું છે કે હિરોની એન્ટ્રી ક્લાઇમેક્સમાં જ થાય છે અને વિલનની હાર અને હિરોની જીત થાય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર