Home /News /gujarat /રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા 10.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા 10.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

રાજ્યમાં ''ઓખી'' વાવાઝોડાની અસરના કારણે ઠંડીમાં વધારો થયો છે. શિયાળાની ઋતુમાં લોકોએ ડબલ સિઝનનો અનુભવ કર્યો. એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ઠંડીનો ચમકારો. લોકોએ ઠંડીની સિઝનમાં વરસાદી માહોલનો અનુભવ કર્યો.

  ત્યારે રાજ્યના શહેરોના તાપમાન પર નજર કરીએ તો સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. નલિયામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરવામાં આવે તો વલસાડમાં 12.1 ડિગ્રી, ભૂજમાં 12.4 ડિગ્રી, કંડલામાં 13.7 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, અમદાવાદમાં 15.6 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, રાજકોટમાં 14.1 ડિગ્રી અને સુરતમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ દિવસ દરમિયાન ધુમ્મસવાળુ વાતાવરણ છવાયું હતું.

  તો ઠંડીના લીધે બુધવારે સૂર્યનારાયણદેવના દર્શન પર થયા ન હતાં. સતત વધતી ઠંડી અને ખરાબ વાતાવરણના કારણે કલેક્ટર દ્વારા શાળાઓ બંધ રાખવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા હતાં. તો ઘણી શાળાઓમાં વહેલી રજા આપી દેવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 10 ડિસેમ્બર બાદ વાતાવરણ પલટાવાની સંભાવના છે.

  First published:

  Tags: Gujarat Weather, હવામાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો