ન્યૂઝ 18 ગુજરાતી : આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાકાંઠામાં 200 કિમીની ઝડપે ફાની વાવાઝોડું ત્રાટક્યું હતું. હાલ વાવાઝોડાની અસર ગુજરાતનાં હવામાન પર થઇ રહી છે. રાજ્યમાં અનેક જગ્યાએ હવામાન પલટાયું અને કમોસમી વરસાદ થયો હતો. અસહ્ય ગરમીમાં પવન સાથે વરસાદ આવતા ગરમીનાં પારો નીચે આવ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ત્રણ દિવસ પારો થોડો નીચો રહેશે અને પછી ફરીથી હીટવેવ શરૂ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું નિયત સમયે જ આવશે. હાલ વરસાદનાં એંઘાંણ નથી.
પ્રેશર નીંચુ થવાના કારણે ગરમીમાં થોડી આશિંક રાહત મળી છે. અમદાવાદ સહિત શહેરોમાં ગરમ પવને વિરામ લીધો છે. પ્રેશરનું પ્રમાણ વધતા આગામી 3 દિવસ બાદ ફરીથી ગરમીનો પારો ઉચકાશે.
નોંધનીય છે કે ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે મૃતાંક વધીને 16 થયો છે. ઓડિશાના આશરે 10,000 ગામડા અવને 52 શહેરી વિસ્તારોમાં રાહત અને પુનર્વસનનું કામ શરૂ છે. આ વાવાઝોડાના કારણે આશરે 1 કરોડો લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઓડિશાના મયુર ભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.