Home /News /gujarat /

સાવધાન! સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે આ વિસ્તારોમા ભારે વરસાદની આગાહી

સાવધાન! સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે આ વિસ્તારોમા ભારે વરસાદની આગાહી

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

Gujarat weather update: જેની અસર આજે વહેલી સવારથી સુરત, અમદાવાદ, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં દેખાઈ હતી.

    અમદાવાદ: રાજ્યના (Gujarat weather forecast) હવામાન વિભાગ (Weather department) દ્વારા આજે 1 અને 2 ડિસેમ્બરના રોજ પવન સાથે માવઠાની (rainfall in Gujarat) આગાહી કરવામાં આવી છે. જેની અસર આજે વહેલી સવારથી સુરત, અમદાવાદ, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં દેખાઈ હતી. અમદાવાદ (rainfall in Ahmedabad) શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યેથી ધીમી ધારે વરસાદી ઝાપટું પડયુ હતું. પવન સાથે વરસાદી ઝાપટું પડ્યા હતા.

    અમદાવાદમાં વહેલી સવારે વરસાદ

    હવામાન વિભાગની આગાહીના પગલે, અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસથી શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. પવન સાથે માવઠું થતા શહેરીજનો ઠુઠવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, ગોતા, પ્રહલાદનગર, શિવરંજની, વસ્ત્રાપુર, બોપલ, બોડકદેવમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક વધી છે. હાલ પણ શહેરનું વાતાવરણ વાદળછાયું છે.

    સુરતમાં પણ મોડી રાતથી વરસાદી માહોલ

    અમદાવાદની સાથે વહેલી સવારે સુરત, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સુરતમાં મંગળવારે પણ દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. આજે, બુધવારે શહેરમાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

    આ પણ વાંચો - Omicronના ભય વચ્ચે ગુજરાતમાં રેસ્ટોરન્ટો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, રાત્રી કર્ફ્યૂમાં કલાકની છૂટ

    સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું

    સૌરાષ્ટ્રમાં પણ મંગળવારે બપોર બાદ અનેક જગ્યાએ માવઠું થયુ હતુ. ઊના અને ગીરગઢડા પંથકનાં અમુક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાનાં બગીચાઓમાં વ્યાપક નુકશાન થઈ શકે છે. જેથી ખેડૂતો પણ ચિંતીત બન્યા છે.

    આ પણ વાંચો - 9 જિલ્લાના ખેડૂતો માટે 531 કરોડનું PACKAGE જાહેર

    આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (1 ડિસેમ્બર) સુરત,નવસારી,વલસાડ, તાપી,અમરેલી,ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દમણ દાદરા નગર હવેલી,ગીર સોમનાથ, દિવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તો અન્ય જિલ્લા સામાન્યથી મધ્યમ વરસાદ રહશે.અને 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.



    2 ડિસેમ્બરમાં આ વિસ્તારોમાં માવઠાની આગાહી

    2 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Weather Forecast, Gujarat winter forecast, Rainfall in Gujarat, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन