Home /News /gujarat /

Alert! ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં પાંચ દિવસ આ વિસ્તારોમા થશે કમોસમી વરસાદ

Alert! ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં પાંચ દિવસ આ વિસ્તારોમા થશે કમોસમી વરસાદ

ફાઇલ તસવીર

Gujarat weather updates: સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. શ્રાદ્ધનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે.

    અમદાવાદ: ગુજરાતમાં હાલ મેઘરાજાએ (Gujarat Monsoon) સત્તાવાર વિદાય લીધી છે. ત્યારે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ તરફ થતાં શિયાળાનું (Winter 2021) આગમન થઈ ચૂક્યું છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જ્યારે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડે છે. ત્યારે હવે હવામાન વિભાગે (Gujarat weather forecast) આગાહી કરી છે કે, આજથી આગામી પાંચ દિવસ સુધી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

    રાજ્યના કયા વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ

    ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં પાંચ દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતાં કહ્યું છે કે, અમદાવાદ સહિત ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. હાલમાં ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કુ રહેશે. શ્રાદ્ધનો તડકો હવે આસો મહિનામાં પડી રહ્યો છે.

    અંબાલાલ પટેલે પણ વાવાઝોડા સાથે વરસાદની કરી આગાહી

    હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ શિયાળામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર,પવનવાહક નક્ષત્રના યોગોને લીધે વાવાઝોડાની શક્યતા વધુ છે. બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતા છે. જેની અસર નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાસ જોવા મળી શકે છે. તો રાજ્યમાં આજે કમોમસમી વરસાદની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

    ધીમે ધીમે લઘુતમ તાપમાન નીચું આવશે

    હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તિ જણાવ્યું છે કે, ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વધુ ઠંડી પડે છે. ધીમે ધીમે લઘુતમ તાપમાન નીચું આવતું જશે. નવેમ્બર મહિનામાં લઘુતમ તાપમાન સામાન્ય રહેશે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, 12 ઓક્ટોબરના ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે.


    ત્યાર બાદ લઘુતમ તાપમાન નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા 4 દિવસમાં 6થી 7 ડીગ્રી તાપમાન ગગળ્યું છે. 12 ઓક્ટોબરના અમદાવાદનું લઘુતમ તાપમાન 25.4 ડીગ્રી નોંધાયું હતું જે ઘટીને 16 ઓક્ટોબરના 19.1 ડીગ્રી નોંધાયુ છે.વડોદરાનું 26 ડીગ્રી હતું જે ઘટીને 20 ડીગ્રી થયું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Ambalal Patel, Gujarat Weather Forecast, Winter 2021, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन