ગુજરાતમાં ભરશિયાળે ફરીથી પડશે વરસાદ? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠા અને કડકડતી ઠંડીની આગાહી

ગુજરાતમાં ભરશિયાળે ફરીથી પડશે વરસાદ? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠા અને કડકડતી ઠંડીની આગાહી
ફાઇલ તસવીર

ફરી માવઠાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે

  • Share this:
ફરીથી ખેડૂતો માટે માઠા સમાચાર છે. વારંવાર વાતાવરણ પલટાને કારણે કૃષિપાકને નુકસાન થઈ રહ્યું છે. અને શિયાળામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ફરી માવઠાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેની અસર ઉતરભારતથી લઈ ગુજરાત સુધી થશે. ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં વારંવાર વાતાવરણ પલટો આવશે અને કમોસમી વરસાદ થશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એક નહિ પરંતુ બે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ભારત,રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 1થી 11 ફેબ્રુઆરી સુધીમાં વરસાદ થશે. સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.આગાહી સાથે ખેડૂતોને સલાહ પણ આપી છે કે, ફેબ્રુઆરી શરુઆત વાતાવરણ પલટો આવવાનો જેને પાકને રાખવા માટેની વ્યવસ્થા કરી લે.



રાજકોટ : હત્યાની કોશિશના ગુનામાં ફરાર ઈભલા ગેંગનો સાગરીત ફારુક ઝડપાયો

રવિવારે વૃષભ રાશિના જાતકોને રાખવો પડશે ખર્ચ પર નિયંત્રણ, જાણો કેવો રહેશે આપનો દિવસ

ઠંડીને લઈ પણ અંબાલાલ પટેલ આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતરભારતમાં હિમ વર્ષા થશે. જેની અસર ગુજરાતમાં અનુભવાશે. 27થી 31 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી જશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ક્ચ્છ સહિત અન્ય શહેરોમાં પણ લઘુતમ તાપમાનનો પારો ગગળશે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા અને નલિયામાં ઠંડીનું જોર વધશે.



આજે અમદાવાદ શહેરમાં પણ ધૂમમ્સ ભર્યું વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 2થી 3 દિવસમાં 2 ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીનું જોર ફરીથી વધશે.
Published by:Kaushal Pancholi
First published:January 17, 2021, 08:16 am

ટૉપ ન્યૂઝ