આનંદો! ગુજરાતીઓને આગામી 5 દિવસ ગરમીથી મળશે રાહત, વાદળો હટશે
આનંદો! ગુજરાતીઓને આગામી 5 દિવસ ગરમીથી મળશે રાહત, વાદળો હટશે
આગામી બે દિવસમાં ચોમાસું કેરળ તરફ આગળ વધીને લક્ષદ્વીપ પહોંચે એવી શક્યતા છે
Gujarat weather News: આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ રાતથી વાદળ હટવાનું શરૂ થઇ જશે. જે બાદ કાલથી એટલે શનિવારથી થોડો તાપ રહેશે. રાજ્યમાં હાલમાં આગામી 5 દિવસ ગરમીથી લોકોને રાહત મળશે.
અમદાવાદ: રાજ્યમાં (rainfall in Gujarat) વરસાદની વધારે સંભાવના નથી. તાપમાનમાં (Gujarat weather) વધારે ફેરફાર નહીં થાય. હાલ જેવું છે તેવું જ તાપમાન રહશે પરંતુ તેનાથી એકાદ ડિગ્રી તાપમાન ઓછું થવાની શક્યતા છે. આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ રાતથી વાદળ હટવાનું શરૂ થઇ જશે. જે બાદ કાલથી એટલે શનિવારથી થોડો તાપ રહેશે. રાજ્યમાં હાલમાં આગામી 5 દિવસ ગરમીથી લોકોને રાહત મળશે.
દરિયા કિનારે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યના દરિયાકિનારે 50થી 60ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જે માછીમારી કરવા ગયા હોય તેમને પરત બોલાવી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાક બાદ પારો 2 ડિગ્રી ઘટી શકે છે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા સેવાઇ રહી છે. વાદળછાયા વાતાવરણથી તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ગઇ છે.
નોંધનીય છે કે, કેરળમાં 31મી મે કે એ પહેલાં ચોમાસું દસ્તક આપી શકે છે. ગુરુવારે ચોમાસાનો ઉત્તરીય છેડો માલદિવ્સ, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર દક્ષિણ બંગાળની ખાડી સુધી પહોંચી ગયો છે. ચોમાસું હવે કેરળના તિરુવનંતપુરમ કિનારેથી 100 કિમી દૂર છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી બે દિવસમાં ચોમાસું કેરળ તરફ આગળ વધીને લક્ષદ્વીપ પહોંચે એવી શક્યતા છે. જોકે, હવામાન વિભાગે આ પહેલા કહ્યું હતું કે, કેરળમાં 27 મેના રોજ ચોમાસું દસ્તક આપી શકે છે. જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસાની દસ્તકની તારીખ 26 મે દર્શાવી હતી. હવે હવામાન વિભાગનું કહેવું છે કે, ચોમાસું 31 મેના રોજ અથવા એ પહેલા પણ આવી શકે છે. બદલાયેલા સંજોગોમાં સ્કાયમેટે કહ્યું છે કે, ચોમાસું સામાન્ય રહી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર