ગાંધીનગર: આજના આ દિવસોમાં વાતાવરણમાં (Atmosphere) અનેક બદલાવ જોવા મળી રહ્યા છે. વાતવરણમાં બદલાવ આવવાને કારણે એની અનેક અસરો આપણને જોવા મળતી હોય છે. આ વાતાવરણની અસર અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) સહિત કેટલાય જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણની સાથે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે.
આમ, વાત કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનાથી કાળઝાળ ગરમીની (Garmi) શરૂઆત થઇ ગઇ છે. આ કાળઝાળ ગરમીની અસર રસ્તાઓ પર દેખાવા લાગી છે. રસ્તાઓ સુમસામ થવા લાગ્યા છે. આ સાથે બપોરના સમયે અનેક લોકો પોતાની દુકાનો (Shop) બંધ કરીને ગરમીથી રાહત મેળવવા માટે ઘરે જતા રહેતા હોય છે.
હાલમાં તાપમાનની (Temperature) વાત કરીએ તો હાલમાં 38 ડિગ્રીને આસપાસ રહેતા ગરમીની અસર વર્તાઇ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તાપમાન 40 ડિગ્રીની (Degree) આસપાસ નોંધાવાની શક્યતા છે. જો કે આગામી 24 કલાક પછી 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે.
દરિયા કિનારાના વિસ્તારમાં રહેશે વાદળછાયું વાતાવરણ
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમી વધતા અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી ભેજ ઉપર આવતા વાદળછાયું (Cloudy) વાતાવરણ સર્જાયું છે. એકથી બે દિવસ ગરમીમાંથી રાહત મળી શકે છે. તમને જણાવી દઇએ કે 25 થી 27 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદી (Rainy) હળવા ઝાપટા પણ પડી શકે છે. આમ, 31 માર્ચ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી એવી શક્યતાઓ વરતાઇ રહી છે.
નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગ (meteorological department) દ્રારા ફરી એકવાર તોફાનને પગલે એલર્ટ (Alert) આપવામાં આવ્યું છે. માર્ચ બાદ ઉત્તરહિંદ મહાસાગર વિસ્તારમાં પહેલીવાર ચક્રવાતનું (cyclone) સર્જન થાય એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આમ, જો આ ચક્રવાત પ્રબળ બનશે તો એનું નામ હવામાન વિભાગ દ્રારા આસની (aasni) નક્કી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે ચક્રવાતના નામોની સાયકલ અનુસાર આ નામ શ્રીલંકા દ્રારા આપવામાં આવ્યું છે.
આમ, વાતાવરણમાં અનેક ફેરફારો થવાને કારણે એની સૌથી મોટી અસર તમારી હેલ્થ (health) પર પડે છે. કાળઝાળ ગરમીમાં તમારી સ્કિનને (skin) વધારે પ્રમાણમાં ઇફેક્ટ થાય છે. આ ગરમીની ઋતુમાં તમે પણ પાણી પીવાનું રાખજો. જેથી કરીને તમને ડિહાઇડ્રેશન (dehydration) ના થાય.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર