Home /News /gujarat /

અંબાલાલ પટેલની મોટી આગાહી: 5થી 12 માર્ચ થશે કમોસમી વરસાદ, જાણો કયા વિસ્તારોમાં

અંબાલાલ પટેલની મોટી આગાહી: 5થી 12 માર્ચ થશે કમોસમી વરસાદ, જાણો કયા વિસ્તારોમાં

અંબાલાલ પટેલ

Gujarat Weather news: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 5થી 12 માર્ચમાં વાતાવરણમાં પલટાની શકયતા.

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat weather) ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે અને બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે ગુજરાતમાં ઉનાળા (Gujarat Summer 2022) ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાન સામાન્ય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 7 માર્ચના ડાંગ,નર્મદા અને તાપીમાં સામાન્ય વરસાદ સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થવાની શકયતા છે. આ સાથે અંબાલાલ પટેલે (Ambalal Patel) પણ કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. 5 થી 12 માર્ચ વચ્ચે વાદળ છાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

આ પણ વાંચો - Gujarat weather News: ગુજરાતમાં ફરીથી માવઠાનું સંકટ! ત્રણ દિવસ બાદ આ વિસ્તારોમાં વરસાદની છે આગાહી

માર્ચથી 12 માર્ચ દરમિયાન હળવા કમોસમી વરસાદ થશે

ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 5 માર્ચથી 12 માર્ચ દરમિયાન હળવા કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8થી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે.

આ પણ વાંચો - રાજકોટની હોટલમાંથી યુવતીની લાશ મળતા ચકચાર, સાથે રોકાયેલા યુુવકે એસિડ પીને કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ

અમદાવાદ અને ગાંધીનગરમાં 5 માર્ચ બાદ વાદળછાયું વાતાવરણ રહે તેવી શકયતા છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેવાનનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લગાવ્યું છે. માર્ચ મહિના બાદ પણ હવાનાં હળવા દબાણ ઉભા થવાની શકયતા રહેશે.



ખેડૂતોની ચિંતામાં વધારો

વિપરીત વાતાવરણના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે. જોકે 5થી 12 માર્ચના વાતાવરણના પલટાની શક્યતાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, હવે શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે અને તેવામાં જ સામાન્ય વરસાદની અગાહીએ ચિંતા વધારી છે. જો કમોસમી વરસાદ થાય તો ઉભા પાકમાં રોગ થવાની શકયતા રહે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat Weather Updates, અંબાલાલ પટેલ, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર