Home /News /gujarat /

વાયબ્રન્ટ સમિટ : 43 લાખને રોજગારીના દાવા સામે માત્ર 3 લાખને નોકરી મળી

વાયબ્રન્ટ સમિટ : 43 લાખને રોજગારીના દાવા સામે માત્ર 3 લાખને નોકરી મળી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

સિદ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં વાયબ્રન્ટ સમિટ દરમિયાન 29,14,000 રોજગારી અને વર્ષ 2017માં 42,97,800 રોજગારીનું સર્જન થવાનો અંદાજ હતો.

  ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થયો હતો. પહેલા દિવસ ગુજરાતનું પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. આ પહેલા પ્રશ્નોતરીકાળ દરમિયાન વિવિધ મંત્રીઓએ ધારાસભ્યોએ પૂછેલા તારાંકિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં વાયબ્રન્ટ ગુજરાતથી ઉભી થયેલી રોજગારીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતા.

  સિદ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં વાયબ્રન્ટ સમિટ દરમિયાન 29,14,000 રોજગારી અને વર્ષ 2017માં 42,97,800 રોજગારીનું સર્જન થવાનો અંદાજ હતો. જેની સામે વર્ષ 2015માં 5,04,400 અને વર્ષ 2017માં 3,08,200 જેટલી રોજગારી ઉભી થઇ છે.

  દારૂબંધ અંગે સરકારે શું કહ્યું?

  વિરમગામના કોગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે છેલ્લા એક વર્ષમાં અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લામાં કેટલો દારુ અને ગાંજો પકડ્યો? આ મુદ્દે કેટલા લોકોની ધરપકડ થઈ? તેવા સવાલો પૂછ્યા હતા. જવાબમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું કે, "ગુજરાત સરકાર દારૂબંધીના પાલન માટે સરકાર કટીબદ્ધ છે. આ માટે જ ઇ-સિગારેટ પર પ્રતિબંધના પગલાં લીધા છે. દારુ હેરફેરીમાં ઉપયોગમાં લેવાતા વાહનો ઝપ્દત કરવા સહિતની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે.ઇડીના માધ્યમથી બુટલેરોની મિલકતો ટાંચમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યાો છે. દંડની રકમ પણ વધારવામાં આવી છે.

  રાજ્યમાં 324 લોકોની ધર્મ પરિવર્તનની અરજી

  રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 13 જિલ્લાના 324 લોકોએ ધર્મપરિવર્તનની અરજી કરી છે. જેમાંથી ફક્ત 187 અરજીઓ મંજુર કરવામાં આવી છે. કુલ અરજીઓમાંથી 298 હિન્દુઓએ ધર્મ પરિવર્તનની અરજી કરી છે. જ્યારે 19 મુસ્લિમોએ ધર્મ પરિવર્તનની અરજી કરી છે. જ્યારે 6 ખ્રિસ્તીઓ અને 1 બૌદ્ધએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી છે.

  અમદાવાદ-ગાંધીનગરમાં બળાત્કારના કેસમાં વધારો

  રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બળાત્કારના કેસમાં વધારો થયો છે. વર્ષ 2017-18 માં અમદાવાદ શહેરમાં 131 કેસ નોંધાયો હતા, જેની સામે વર્ષ 2018-19માં 180 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં વર્ષ 2017-18 માં બળાત્કારના 12 કેસ નોંધાયા હતા, જે 2018-19માં વધીને 14 થયા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Budget Session, Government job, Gujarat Assembly, Gujarat vidhansabha, Job

  આગામી સમાચાર