વડોદરા: સોમવારથી આખા રાજ્યયમાં (Gujarat) કોરોના વાયરસની ત્રીજી લહેરને (Coronavirus thgird wave) પહોંચી વળવા માટે રસીકરણનું (corona vaccine) મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. ત્યારે સોમવારે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલનાં એક નિવેદનથી ભારે ચર્ચા થવા લાગી છે. મહા રસીકરણ અભિયાનના કાર્યક્રમમાં યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 'જેને રસી મૂકાવી હોય તેને જ મફત અનાજ મળે, હું જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશ.' આ નિવેદન બાદથી લોકોમાં ભારે ચર્ચા જોવા મળી છે.
'આજે જ હું મુખ્યમંત્રીને વાત કરવાનો છું'
રાજ્યના મંત્રી યોગેશ પટેલ દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. મંત્રી યોગેશ પટેલે કહ્યું કે, આજે હું નવા કલેક્ટરને કહેવાનો છું કે, આપણે કંઇક એક નવી યોજના ઘડીએ. હું મુખ્યમંત્રીને પણ કહેવાનો છું. આપણે ભારત સરકાર દ્વારા દિવાળી સુધી મફત અનાજ આપવાનું છે. તો અનાજ એને જ આપવું જોઇએ જેને રસી મૂકાવી હોય. એવું આજે જ હું વાત કરવાનો છું. મુખ્યમંત્રીને વાત કરવાનો છું.
જોકે મંત્રીનાં આ નિવેદન બાદ રાજકારણ પણ ગરમાયું છે. મંત્રીનાં આવા નિવેદન બાદ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 'શિવજી કી સવારીમાં ભીડ એકઠી થવાનું કારણ ભોલેનાથને ગણનારા નર્મદામંત્રી યોગેશ પટેલનું માનવું છે કે, કોરોનાની રસી લેનારને જ સરકારી અનાજ મળવું જોઈએ. રસી લેવાનું ફરજીયાત કરવું સારું છે, પરંતુ, વેક્સિન માત્ર સરકારી અનાજ લેનારા ગરીબો માટે ફરજીયાત કરવી એ ગરીબ વિરોધી માનસિકતા છતી કરે છે'
સોમવારે રાજ્યમાં ઐતિહાસિક 4,87,960 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ જ આંકડો દેશભરમાં પણ રેકોર્ડબ્રેક છે. દેશમાં આજે 75 લાખ પ્લસ વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.
" isDesktop="true" id="1107304" >
આ સાથે સોમવારે રાજ્યના 15 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો જ્યારે બાકીના જિલ્લા અને મહાનગરોમાં 1થી લઈને 5 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 38316 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે ત્યારબાદ સુરત શહેરમાં 33696 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.