Video: ગુજરાતમાં કેમ વરસી રહી છે રહસ્યમય વસ્તુઓ, જાણો નિષ્ણાતોનો મત
Video: ગુજરાતમાં કેમ વરસી રહી છે રહસ્યમય વસ્તુઓ, જાણો નિષ્ણાતોનો મત
ગુજરાતમાં પાંચ જગ્યાએ અજાણ્યો પદાર્થ પડ્યો છે.
Gujarat Viral news: ગુજરાતમાં થોડા સમયથી ધાતુના ગોળા અને રવિવારે સોજિત્રામાં પડેલા અજાણ્યા પદાર્થને કારણે લોકોમાં એકબાજુ ઉત્સુકતા છે તો બીજી બાજુ ડરનો માહોલ છવાયો છે.
અમદાવાદ: રાજ્યમાં (Gujarat) થોડા દિવસથી આકાશમાંથી અજાણી વસ્તુઓ પડતા લોકોમાં કુતૂહલ સાથે ડરનો માહોલ છવાયો છે. ત્યારે સોજિત્રા તાલુકાના કાસોર તાબેના ખોડીયારપુરામાં પણ અજાણી વસ્તુ પડી છે. સોમવારે સોજિત્રાના વિરોલ ગામના શારદાપુરા વિસ્તારમાં દોઢ ફૂટ લાંબો કોઇ પદાર્થ પડ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી ચાર જગ્યાએ ધાતુના ગોળા જેવો પદાર્થ આકાશમાંથી નીચે પડ્યો છે અને એક જગ્યાએ દોઢ ફૂટનો અજાણ્યો પદાર્થ પડ્યો છે.
આણંદ અને ખેડા જિલ્લા બાદ વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધાતુના ગોળા પડતા લોકોમાં વધુ કુતૂહલ સર્જાયુ હતુ. આકાશમાંથી એક જ પ્રકારના ગોળા વિવિધ વિસ્તારમાં કેવી રીતે પડી રહ્યા છે તે અંગે પોલીસ અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ડર તો છે જ પરંતુ તેઓ એ પણ જાણવા ઉત્સુક છે કે ખરેખર આ વસ્તુ
સોજિત્રામાં પડેલા પદાર્થ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, બે દિવસ પહેલા આ વિસ્તારમાં આકાશમાં મોટો ઘડાકો થયો હતો. જે બાદ રવિવાર સાંજે ખેડૂતે આ અજાણી વસ્તુ ખેતરમાં પડેલી જોઇ હતી. જે બાદ તેમણે ગામના આગેવાનોને વાત કરી હતી. સોજિત્રામાં 10 કિમીના વિસ્તારમાં ત્રણ જગ્યાએ અજાણ્યો અવકાશી પદાર્થ જોવા મળ્યો હતો. જે બાદ લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ છવાયો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર