Home /News /gujarat /

કોલેજોમાં વિધાર્થીઓને યોગના પાઠ ભણાવાશે: રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થશે મહત્વના MOU

કોલેજોમાં વિધાર્થીઓને યોગના પાઠ ભણાવાશે: રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થશે મહત્વના MOU

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો અને અનુસ્નાતક ભવનોના MOU કરવામાં આવશે.

Ahmedabad News: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યુનિવર્સિટી ગ્રંથાલયને 75 દિવસ યોગની ઓનલાઇન ટ્રૈનિંગને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું.

અમદાવાદ: હવે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિધાર્થીઓને યોગના પાઠ ભણવવામાં આવશે. જે માટે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ  દિવસની ઉજ્વણી નિમિત્તે 18 જૂને રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે મહત્વના MOU કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. જે યોગના પ્રચાર-પ્રસાર સાથે “યોગમય ગુજરાત- રોગમુક્ત ગુજરાત” જન જન યોગ ઘર ઘર યોગના સૂત્રને સાકાર કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ  દિવસની ઉજ્વણીની પૂર્વે 18 જૂનના રોજ યોગના પ્રચાર –પ્રસાર સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ  બોર્ડ ગાંધીનગર સાથે  ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન તમામ કોલેજો અને અનુસ્નાતક ભવનોના MOU કરવામાં આવશે. સમજૂતી કરાર પર નજર કરીએ.

આ પણ વાંચો: અમદાવાદમાં નશાનો કારોબાર, ડબલ ભાવે કફ સીરપ વેચતા 4 લોકોની ધરપકડ

(૧) યોગ, સ્વસ્થ જીવન અને સુખાકારીની પ્રવૃત્તિના ક્ષેત્રમાં સંયુક્ત તાલીમ, બંને સંસ્થાઓ જરૂરી પરવાનગીઓ અને પરવાના મેળવવાની બાબતમાં એકબીજાને મદદ કરશે.
(૨ ) યોગ, સ્વાસ્થ્યપ્રદ જીવન અને સુખાકારીની પ્રવૃત્તિઓની બાબતમાં શૈક્ષણિક સામગ્રી અને શૈક્ષણિક પ્રકાશનોનું આદાનપ્રદાન કરશે.
(૩) તાલીમ, કાર્યશાળા, વ્યાખ્યાનો અને ચર્ચા-સભાઓ માટે વિદ્યાશાખાના સભ્યોનું આદાનપ્રદાન કરશે.
(૪) યોગ, સ્વસ્થ જીવન અને સુખાકારી પ્રવૃત્તિઓ, તેઓની તાલીમ, કાર્યશાળા અને સ્પર્ધાઓના આયોજન માટે માળખાગત સુવિધાઓનો  પરસ્પર ઉપયોગ કરશે.
(૫) યોગ, સ્વસ્થ જીવન અને સુખાકારી પ્રવૃત્તિઓને લગતા ખાસ પ્રસંગોનો અમલ કરવા માટે બંને સંસ્થાઓ દ્વારા પુરી પાડવામાં આવતી પરામર્શ સેવાઓ.

(૬) યોગ, સ્વસ્થ જીવન અને સુખાકારી પ્રવૃત્તિઓને લગતા અભ્યાસક્રમો અને શૈક્ષણિક કાર્યક્રમો માટે જ્યારે જરૂર પડે ત્યારે/સક્ષમ સત્તાધિકારીઓની મંજુરી મળ્યેથી ગુજ્રાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર સંસ્થાનું જોડાણ મેળવશે. આ સમારોહમાં આઝાદીના અમૃત મહોત્સવ ઇન્ડીયા @ ૭૫ના ભાગરૂપે કુલ ૭૫ દિવસ યોગની ઓનલાઇન ટ્રૈનિંગ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા ગ્રંથાલયના જ સભ્ય જયદીય ચૌહાણ કુલ ૭૫ દિવસ સમાજના વિવિધ નાગરિકો વિધાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી હતી. જેને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. પ્રમાણપત્ર પણ આ પ્રસંગે રીસીવ કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત યુનિવર્સિટી

આગામી સમાચાર