Home /News /gujarat /

ગુજરાત યુનિવર્સિટીમાં બી.એડ એડમિશન, અહીં જાણો સમગ્ર પ્રવેશ પ્રક્રિયા

ગુજરાત યુનિવર્સિટીમાં બી.એડ એડમિશન, અહીં જાણો સમગ્ર પ્રવેશ પ્રક્રિયા

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બીએડમાં એડમિશન પ્રક્રિયા શરૂ

    ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બીએડમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. યુનિવર્સિટી દ્વારા પરિપત્ર બહાર પરિક્ષાનો ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યો હતો. એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ નીચે મુજબની તારીખ પ્રમાણે પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે.

    યુનિવર્સિટીના પરિપત્ર પ્રમાણે તારીખ 3/09/2018થી પિન વિતરણ તથા ફોર્મ સ્વિકારમાં આવશે. જે તારીખ 6/09/2018 સુધી સ્વીકારાશે. ત્યારબાદ તારીખ 07/09/2018થી મેરિટ કોલેજના નોટિસ બોર્ડ પર મૂકી મેરિટ પ્રમાણે એડમિશન આપવામાં આવશે. આ એડમિશન ગુજરાત યુનિવર્સિટી તથા ગુજરાત સરકારના અનામતના (SC,ST,SEBC) નિયમ પ્રમાણે તથા OU,OUGના નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે.

    ત્યારબાદ તારીખ 08-09-2018થી દ્વિતિય મેરિટ કોલેજના નોટિસ બોર્ડ મૂકી મેરિટ ક્રમ અનુસાર જે તે વિષયની ઉપલબ્ધ બેઠકોને ધ્યાને રાખી એડમિશન આપવામાં આવશે. ત્યારબાદ તારીખ 11/09/2018ના રોજ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી મેરિટ યાદી તથા એડમિશન આપેલા વિદ્યાર્થીની બી.એડ એડમિશન કાર્યાલય રૂમ નંબર 8, શિક્ષણશાસ્ત્ર ભવન ખાતે જમા કરાવવાનું રહેશે.

    ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલો પરિપત્ર
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Admission, Ahmadabad, ગુજરાત યુનિવર્સિટી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन