Home /News /gujarat /

Ph.Dની વિદ્યાર્થિનીની સતામણી કરનાર પ્રોફેસર દોષિત, કરાયા સસ્પેન્ડ

Ph.Dની વિદ્યાર્થિનીની સતામણી કરનાર પ્રોફેસર દોષિત, કરાયા સસ્પેન્ડ

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ચકચારી ફરિયાદ નોંધાઈ છે જેમાં 25 વર્ષની પરિણીતાએ પાડોશી પર સાડા ત્રણ વર્ષ સુધી યૌન શોષણ કરવાનો આરોપ મૂક્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થિનીની જાતીય સતામણી કેસ મામલામાં યુનિવર્સિટીના પ્રોફેસર વરિષ્ઠ ભટ્ટ સિન્ડિકેટ બેઠકમાં દોષિત સાબિત થયા છે.

    સંજય ટાંક, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થિનીની જાતીય સતામણી કેસ મામલામાં યુનિવર્સિટીના પ્રોફેસર વરિષ્ઠ ભટ્ટ સિન્ડિકેટ બેઠકમાં દોષિત સાબિત થયા છે. જેના પગેલ યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા છે. થોડા દિવસ પહેલા પીએચડીની વિદ્યાર્થિનીની સાથે તકનો લાભ લઇને ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરે જાતીય સતામણી કરી હતી.

    જોકે, પ્રોફેસરની હરકતો અસહ્ય બનતા વિદ્યાર્થિનીએ અંગે યુનિવર્સિટીની સત્તાધિસોને જાણ કરી હતી. જેથી પ્રોફેસર વિરુદ્ધનો કેસ ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પલેઇન કમિટીએ સિન્ડિકેટની બેઠકમાં મુક્યો હતો. રિપોર્ટના આધારે સિન્ડિકેટ બેઠકમાં પ્રોફેસર વરિષ્ઠ ભટ્ટ દોષિત સાબિત થયા હતા.

    આમ યુનિવર્સિટીએ પ્રોફેસર વરિષ્ઠ ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. પુરાવાના ભાગ રૂપે હોટેલના સીસીટીવી ફૂટેજ તપાસમાં આવ્યા હતા. જેના પગલે પ્રોફેસર હોટેલના સીસીટીવ ફૂટેજમાં જોવા મળ્યા હતા. હોટેલમાં જમ્યા બાદ પ્રોફેસર રૂમ જોવા ગયા તે પણ ફૂટેજથી સાબિત થયું હતું. પ્રોફેસર હોટલમાં બે વિવિધ કેટેગરીના રૂમ જોવા ગયા હતા. તે પણ સીસીટીવીમાં જોવા મળ્યું હતું. આમ પ્રોફેસર સામે ખાતાકિય તપાસ કરવામાં આવી રહી છે.

    વિદ્યાર્થીએ કરેલા આક્ષેપો સીસીટીવી ફૂટેજ મુજબ સાચા ઠરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં પીએચડીની ત્રણ વિદ્યાર્થીઓએ પ્રોફેસર વરિષ્ઠ ભટ્ટ હેઠળ અભ્યાસ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

    ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ સ્કૂલ ઓફ સાયન્સ કેમિસ્ટ્રીની પીએચડીની વિદ્યાર્થિની સાથે પ્રોફેસર વરિષ્ઠ ભટ્ટે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થિનીએ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Phd, Professor, અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી

    આગામી સમાચાર