ગુજરાતમાં દિવાળી બાદ ફરીથી કોરોનાના આંકડા વધતા ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝને આશરે 100 કરોડનું નુકસાન

ગુજરાતમાં દિવાળી બાદ ફરીથી કોરોનાના આંકડા વધતા ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝને આશરે 100 કરોડનું નુકસાન
પ્રતીકાત્મક તસવીર

સરકાર દ્વારા અનલોક કરતા ટ્રાવેલ્સ એજન્સીના માલિકોને આશા જાગી હતી કે, સરકારની છૂટછાટ બાદ આવક થતા થોડી રાહત મળશે.

  • Share this:
કોરોનાની મહામારીમાં ટ્રાવેલ્સ અને ટુરિઝમ ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. જોકે સરકાર દ્વારા અનલોક કરતા ટ્રાવેલ્સ એજન્સીના માલિકોને આશા જાગી હતી કે, સરકારની છૂટછાટ બાદ આવક થતા થોડી રાહત મળશે.

સામાન્ય રીતે દિવાળી બાદ લગ્ન પ્રસંગની સીઝનમાં મોટાભાગની બસોનું એડવાન્સ બુકિંગ થઈ જતુ હોય છે. અનલોક થતા આ વર્ષે સારું બુકિંગ થાય તેવી આશા હતી. પરંતુ જે રીતે દિવાળી બાદ કોરોનાએ ફરીથી ઉથલો માર્યો હોય તેમ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.  જેથી લગ્ન પ્રસંગમાં મર્યાદિત લોકો અને કોરોનાની ગાઈડલાઈનના કારણે 25 ટકા બસ ભાડે ગઈ નથી.અને લગ્ન પ્રસંગની સીઝનમાં મોટી આવક થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે બસ ભાડે ન જતા 100 કરોડનું નુકસાન થયું છે.દાહોદનાં ડે. કલેક્ટર અને ગુજરાત હાઇકોર્ટનાં સિનિયર જજનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

અમદાવાદ : ચાલુ રિક્ષામાં યુવતીની બેગ લઇ ફરાર થયા ગઠિયા, ચોરાયા સોનાના દાગીના

કોરોનાની મહામારીના કારણે ટ્રાવેલ્સ અને ટુરિઝમ ક્ષેત્ર પડી ભાગ્યુ છે. 500 કરોડથી વધુનું નુકસાન થયું છે. શ્રીનાથ ટ્રાવેલ એજન્સીના ડિરેક્ટર નંદલાલ કાબરાએ જણાવ્યું હતું કે, અનલોક થવા છતાં ગાડીઓ ચાલી રહી નથી. જેના કારણે, બહુ મોટું નુકસાનનો સામનો અત્યારના તબકકે ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ કરી રહી છે. સરકારે ટેક્સમાંથી રાહત આપી છે. પરંતુ બસો જ ન ચાલે તો ટેક્સ ભરવાની વાત જ ન આવે.લોકોને પ્રવાસ કરવામાં ડર લાગી રહ્યો છે. જેના કારણે ધંધામાં મોટું નુકસાન થઇ રહ્યું છે. ટુરિસ્ટ ઓપરેટરો બસ વેચવા માટે તૈયાર થઈ ગયા છે. પરંતુ બસ ખરીદનાર કોઈ નથી અને ટ્રાવેલ્સ ઓપરેટરો પોતાની વ્યવસ્થા છોડીને અન્ય વ્યવસ્થા તરફ વળી રહ્યા છે..પરિસ્થિતિ ક્યારે યોગ્ય થશે કોઈ આશાનું કિરણ દેખાતું નથી.
Published by:Kaushal Pancholi
First published:December 05, 2020, 11:10 am

ટૉપ ન્યૂઝ