Home /News /gujarat /

ગુજરાતમાં યહૂદીઓને મળશે ધાર્મિક લઘુમતીનો દરજ્જો

ગુજરાતમાં યહૂદીઓને મળશે ધાર્મિક લઘુમતીનો દરજ્જો

ગુજરાતી યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો

    ઇઝરાયેલના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ યહૂદીઓને રાજ્યમાં ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાની માગ થઈ હતી. ગુજરાતમાં યહૂદીઓેને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર ટૂંક જ સમયમાં આ સંદર્ભે નોટિફિકેશન બહાર પાડશે.

    રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક રીતે સ્વીકારી અને જાહેર કર્યું છે કે, રાજ્ય સરકાર બનતી ત્વરાએ આ સંદર્ભે નોટિફિકેશન બહાર પડાશે. રૂપાણીએ 45 મિનિટની બેઠક દરમિયાન નેતન્યાહુને કહ્યું હતું કે, ગુજરાતી યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ આ સમાચાર પોતાના ટ્વિટર પર પણ શેર કર્યાં હતાં. જેમાં તેમણે કહ્યું છે કે, આ નિર્ણય દ્વારા યહૂદી સમાજ દ્વારા ઘણા સમયથી કરવામાં આવતી માગ પૂરી કરી શકાશે.

    મુખ્યમંત્રી રૂપાણીએ તેમના ઇઝરાયેલમાં બીજા દિવસ દરમિયાન ઇઝરાયેલના કૃષિમંત્રી ઉરી એરિયલ સાથે તેલ અવીવ ખાતે બેઠક યોજી હતી જેમાં એમણે જણાવ્યું હતું કે, કૃષિ બાગાયત સહિતના આનુસંગિક ક્ષેત્રોમાં આદાનપ્રદાન માટે ઇઝરાયેલ અને ગુજરાત જોઇન્ટ વર્કિંગ ગ્રૂપ રચાશે. આ જોઇન્ટ વર્કિંગ ગ્રુપનું નેતૃત્વ રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજયપ્રસાદ કરશે. આ વર્કિંગ ગ્રુપ ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે બિઝનેસ ટુ બિઝનેસ સ્તરના સંયુક્ત સાહસોની શક્યતા પણ ચકાસશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Benjamin Netanyahu, ગુજરાત

    આગામી સમાચાર