Home /News /gujarat /ફાર્મસીમાં બોગસ એડમિશન અટકાવવા લેવાયો મહત્વનો નિર્ણય : જાણો હવે પાસ કરવી પડશે આ પરીક્ષા

ફાર્મસીમાં બોગસ એડમિશન અટકાવવા લેવાયો મહત્વનો નિર્ણય : જાણો હવે પાસ કરવી પડશે આ પરીક્ષા

ફાર્મસીમાં બોગસ એડમિશન અટકાવવા ફાર્મસી કાઉન્સિલ દ્વારા  આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat Education : દેશભરમાં ડિપ્લોમા ફાર્મસી કૉલેજોનો રાફડો ફાટયો : પ્રો. નવીન શેઠ

અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ફાર્મસી કોલેજો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. અગાઉ અનેક બોગસ કોલેજોમાંથી વિધાર્થીઓએ ફાર્મસીસ્ટ તરીકેના રજિસ્ટ્રેશન કરાવી લીધા હોવાનું ધ્યાને આવી ચૂક્યું છે. તેવામાં હવે ફાર્મસીમાં બોગસ એડમિશન અટકાવવા ફાર્મસી કાઉન્સિલ દ્વારા  આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દેશની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી ડિપ્લોમા પાસ કર્યા પછી ફરજીયાતપણે એક્ઝિટ એક્ઝામ પાસ કરવી પડશે. ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણયને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ અને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના  સભ્યપ્રો. ડૉ. નવીન શેઠે સરાહનીય ગણાવ્યો છે.

ડૉ. નવીન શેઠે આ અંગે જણાવ્યું હતું કે,   દેશભરમાં ડિપ્લોમા ફાર્મસી કૉલેજોનો રાફડો ફાટયો છે, અનેક કોલેજો  વિદ્યાર્થીઓની હાજરી વગર પણ નામ નોંધણી કરીને પરીક્ષામાં પાસ કરે છે.  આવા વિદ્યાર્થીઓ જ્યારે ફાર્મસીસ્ટ તરીકે રજીસ્ટ્રેશન થાય છે અને આરોગ્ય સેવાઓમાં જોડાય છે તે કોઈ પણ અંશે યોગ્ય નથી. જેના ઉપર સંપૂર્ણ રીતે નિયંત્રણ લાવવા માટે હવેથી મહત્વનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો - યૂક્રેનથી આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓના પરિવારની હૈયાવરાળ, 'જે રીતે અમારા છોકરા સહીસલામત આવ્યા તે રીતે ફસાયેલા તમામ જલ્દી આવી જાય'

હવેથી તમામ ડિપ્લોમા ફાર્મસી  પાસ થનાર વિદ્યાર્થીઓને‌ સેન્ટ્રલાઈઝ પરીક્ષાના ત્રણ વિષયમાં ૫૦ ટકા માર્કસ સાથે પાસ કરશે તો જ  વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન ફાર્મસી કાઉન્સિલમાં  કરવામાં આવશે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલે પણ અનેક બોગસ કોલેજોમાંથી ડિપ્લોમા પાસ કરનાર વિદ્યાર્થીઓ સામે પગલાં લીધા હતા અને તેઓનું રજિસ્ટ્રેશન રોકવામાં આવ્યું હતું. પરંતુ હવેથી દેશની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી ડિપ્લોમા પાસ કર્યા પછી ફરજીયાતપણે એક્ઝિટ એક્ઝામ પાસ કરશે ત્યારબાદ જ તેઓનું ફાર્મસીસ્ટ તરીકે રજીસ્ટ્રેશન થશે.

આ પણ વાંચો - અમદાવાદ : શરીર સુખ માટે પરિણીતાના સ્નાન કરતા વીડિયો વાયરલ કરવાની ધમકી, મહિલાએ ભર્યુ અંતિમ પગલું

મહત્વનું છે કે અગાઉ પણ કોલેજો દ્વારા નિયમોને નેવે મૂકીને વિધાર્થીને ફાર્મસીમાં એડમિશન આપવાના અને ત્યારબાદ ફાર્મસીસ્ટ તરીકેનું લાયસન્સને લઈ વિવાદ છેડાઈ ચુક્યો છે ત્યારે આરોગ્ય સેવામાં ગુણવત્તાયુક્ત ફાર્મસિસ્ટની સેવા મળે તે માટે ફાર્મસી કાઉન્સિલે આ પગલું ભર્યું છે જેને GTUના વાઇસ ચાન્સેલરએ આવકારદાયક ગણાવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, અમદાવાદ, ગુજરાત, જીટીયુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन