આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 17,14,979 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 17,14,979 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
શૈક્ષણિક સત્ર 2021-22માં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ અંગે યુજીસીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ તેમાં નોંધણી સીબીએસઈ, આઈસીએસઈ અને રાજ્ય બોર્ડના 12 મા પરિણામ જાહેર થયા પછી શરૂ થવી જોઈએ. એટલે કે જેવી રીતે આજે ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સના પરિણામ જાહેર થયા છે એમ હવે સામાન્ય પ્રવાહનું પરિણામ બહાર પડી જાય પછી નવા એડમિશનની પ્રક્રિયા માધ્યમ મુજબ શરૂ કરવી જોઈએ. પ્રતિકાત્મક તસવીર
ધોરણ-10માં આજે ભાષાનું પેપર છે તો ધોરણ-12માં ફિઝિક્સનું પેપર છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આજે એકાઉન્ટનું પેપર છે.
આજથી રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12મી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે બંને ધોરણમાં થઈને રાજ્યમાં કુલ 17,14,979 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. ધોરણ-10માં આજે ભાષાનું પેપર છે તો ધોરણ-12માં ફિઝિક્સનું પેપર છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આજે એકાઉન્ટનું પેપર છે.
રાજ્યમાં બોર્ડની પરીક્ષા માટે કુલ 13 ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 1548 કેન્દ્ર પરથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 5483 બિલ્ડિંગ અને 60337 વર્ગખંડોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો ધોરણ-10માં 11,03,674 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1,34,679 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા તો ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,76,634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જેલના કેદીઓ પણ આપશે પરીક્ષા
રાજ્યની વિવિધ જેલમાં બંધ હોય તેવા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ-10માં 155 કેદીઓ, ધો.12માં 37 કેદીઓ પરીક્ષા આપશે. આ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મધ્યસ્થ જેલમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તો ધો.10ના પ્રજ્ઞાચક્ષુઓ બ્રેઈલ લિપિવાળા પેપરથી પરીક્ષા આપશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાએ બોર્ડના તમામ વિદ્યાર્થીઓને કોઈ જ તણાવ વગર આનંદથી પરીક્ષા આપવાની સલાહ આપતા તમામને શુભેચ્છા પાઠવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર