અમદાવાદ: હોળીનો (Holi 2022) તહેવાર એસટી નિગમને ફળ્યો છે. એસટી નિગમ (ST bus) દ્વારા હોળીના તહેવારને લઈ વધારાની 900થી વધુ બસ દોડાવવામાં આવી હતી. બે વર્ષ બાદ હોળીનો તહેવાર અને ડાકોરના મેળો થયો. જેના કારણે પ્રવાસીનો ધસારો પણ વધુ રહ્યો.એસટી નિગમ દ્વારા 13થી 18 માર્ચના હોળીના તહેવાર માટે વધારાની એસટી બસ દોડાવવમાં આવી હતી.જેમાં એસટી નિગમ 6932 ટ્રીપનું સંચાલન કર્યું હતું.જેમાં 3.19 લાખ પ્રવાસીઓ પ્રવાસ કર્યો હતો.જેના કારણે એસટી નિગમને 3.76 કરોડ રૂ. આવક થઈ છે.
એસટી નિગમના સચિવ કે ડી દેસાઈએ જણાવ્યું હતું કે, ડાકોરના મેળા એક તરફનું ટ્રાફિક મળતું હોય છે. કારણે ભક્તો ફાગણી પૂનમ કરવા માટે ચાલીને જતા હોય છે.અને આવે ત્યારે બસમાં આવતા હોય છે.એટલે ડાકોરથી બસની સુવિધા મળી રહે તે માટે વિશેષ આયોજન કરાયું હતી સાથે પંચમહાલ તરફનું પણ વધારે ટ્રાફિક મળતું હોય છે.અને પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે વધારાની બસ દોડાવવમાં આવી હતી.જેમાં એસટી બસમાં 6 દિવસમાં 3.19 લોખ લોકોએ પ્રવાસ કર્યો.અને પ્રવાસીઓને સલામત ઘરે પહોંચાડવાનું કામ એસટી નિગમે કર્યું છે.
એસટી નિગમને સૌથી વધુ આવક અંબાજી પૂનમનો મેળો અને ડાકોરના મેળાને કારણે થતી હોય છે.પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના કારણે મેળો બંધ હતો.અને તહેવારોમાં પણ છુટછાટ મળતી ન હતી જેના કારણે બે વર્ષથી તહેવરોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું ન હતું તેમ જ એસટી નિગમને પણ કોરોના કારણે આર્થિક ફટકો પડયો હતો.પરંતુ પરિસ્થિતિ સામાન્ય બનતા ગાડી પાટ્ટા પર ચડી રહી છે.કોરોના કેસ ઘટતા કેપેસિટી પણ વધારી દેવામાં આવી છે સાથે ડાકોરના મેળાના કારણે પણ આવકમાં વધારો થયો છે.અને બે વર્ષ બાદ લોકો પોતાના પરિવાર અને સગા સંબંધિત સાથે તહેવાર કરવા બહાર નીકળ્યા હતા.
એસટી બસમાં હવે સામાન્ય દિવસમાં પણ પ્રવાસીઓની અવર જવર વધી રહી છે.અમદાવાદ -દાહોદ ,ઝલોડ,સંતરામપુર, ગોધરા,રાજકોટ -દાહોદ, ઝલોડ,સંતરામપુર, ગોધરા,વડોદરા -દાહોદ ,ઝલોડ,સંતરામપુર, ગોધરા,સુરત -દાહોદ , ઝલોડ, સંતરામપુર, ગોધરા તરફ બસનું એસટી નિગમને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને વિશેષ સફળતા પણ મળી અને 3.76 કરોડ રૂપિયાની અધધ આવક પણ થઈ હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર