શિક્ષણબોર્ડ દ્વારા આજે ગુરુવારથી રાજ્યના કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓની ધોરણ.10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે.
ન્યૂઝ18ગુજરાતીઃ શિક્ષણબોર્ડ દ્વારા આજે ગુરુવારથી રાજ્યના કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓની ધોરણ.10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના કુલ 136 ઝોનમાં આ પરીક્ષા માટે 1,607 કેન્દ્રોના 63,615 ખંડમાં પરીક્ષા માટે 85 હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ધો.10ની 19મી માર્ચે અને ધો.12ની 23મીએ પરીક્ષા પૂર્ણ થશે.
ધો.10માં 11,59,762 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષ કરતાં 50,000 વધુ છે. ધો.12 સાયન્સમાં કુલ 1,47,302 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે ગત વર્ષ કરતાં 20,000 વધુ છે ધો.12 સાયન્સ પ્રવાહમાં 5,33,626 વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.12 સાયન્સ જૂની સેમેસ્ટર સિસ્ટમના 10,302 રિપીટર ધો.10માં કુલ 6222 દિવ્યાંગ વિદ્યાર્થી નોંધાયા છે.
ધો.10માં 4,54,297 વિદ્યાર્થિની અને 7,05,465 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સામાન્ય પ્રવાહમાં કુલ વિદ્યાર્થીઓ પૈકી 3,59,375 નિયમિત, 95,075 રિપીટર, 7,335 આઇસોલેટેડ, 40,960 ખાનગી નિયમિત, 30,9881 ખાનગી રિપીટરનો સમાવેશ થાય ચે. જ્યારે સાયન્સના કુલ વિદ્યાર્થી પૈકીએ ગ્રુપના 57,511 તથા બી-ગ્રુપના કુલ વિદ્યાર્થીઓ 89760 અને એ-બી ગ્રુપના 31 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી કેદીઓની પરીક્ષા દેવાનું આયોજન કરાય છે. ત્યારે બોર્ડની પરીક્ષામાં ધો.10ના 89 અને ધો.12.36 મળી કુલ 125 કેદીઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેલ ખાતે પરીક્ષા આપશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર