Home /News /gujarat /

અમદાવાદ: 44 શાળાની નવા વર્ષની કમરતોડ ફી થઇ જાહેર, સંચાલકોની ઉઘાડી લૂંટ શરૂ

અમદાવાદ: 44 શાળાની નવા વર્ષની કમરતોડ ફી થઇ જાહેર, સંચાલકોની ઉઘાડી લૂંટ શરૂ

રાજ્યભરમાં ફીની ઉઘાડી લૂંટ સામે વાલીઓએ ઠેર ઠેર વિરોધ કર્યા શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ફી ઘટાડવા અંગે જાહેરત કરી હતી. પણ આ તમામ વાતો ભોપાળુ સાબિત થઇ

રાજ્યભરમાં ફીની ઉઘાડી લૂંટ સામે વાલીઓએ ઠેર ઠેર વિરોધ કર્યા શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ફી ઘટાડવા અંગે જાહેરત કરી હતી. પણ આ તમામ વાતો ભોપાળુ સાબિત થઇ

    અમદાવાદ: રાજ્યભરમાં ફીની ઉઘાડી લૂંટ સામે વાલીઓએ ઠેર ઠેર વિરોધ કર્યા શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ફી ઘટાડવા અંગે જાહેરત કરી હતી. પણ આ તમામ વાતો ભોપાળુ સાબિત થઇ. કારણ કે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સરેઆમ લોકોને છેતરી રહ્યાં છે. પહેલાં ફી ઘટાડવાનું વચન આપ્યુ અને બાદમાં ફી વધારવામાં જરાં પણ પાછી પાની નથી થઇ રહીં. એટલું ઓછુ હોય તો શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ફી મુદ્દે હવે મીડિયા સામે બોલવાનું પણ ટાળે છે. શાળા સંચાલકોનાં દબાણમાં હોય કે પછી અન્ય કોઇ કારણ હોય તેમને આપેલાં વચનો તદ્દન ઠાલા જ સાબિત થઇ રહ્યાં છે. અને વાયદાઓ મૂરખ બનાવવાનાં સાધન હોય તેમ લાગે છે. કારણ કે જે પ્રમાણે નવાં વર્ષ માટેની ફીની જાહેરાત થઇ છે તે વાંચીને તમને આંચકો લાગવાનો છે.

    ફી મામલે સૌથી પહેલું પગલુ
    સૌથી પહેલાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જ્યારે જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે, તેઓ દરેક ફીને ત્રણ તબ્બકામાં વહેંચી દેશે. પ્રાથમિક શાળાની ફી હશે 15000 રૂપિયા, માધ્યમિક શાળાની ફી હશે 25000 અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની ફી હશે 27000 થશે.

    ફી મામલે બીજુ પગલુ
    બીજી વખત ફીનાં માળખામાં ફેરફરા કરવામાં આવ્યા અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની ફી 27,000ની જગ્યાએ 30,000 રૂપિયા કરવામાં આવી. જ્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાની ફીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

    ચાર ઝોનમાં જજીસની થઇ નિમણૂંક
    શિક્ષણ મંત્રીનાં આદેશ મુજબ હાઇકોર્ટનાં નિવૃત જજની નિમણૂંક કરવાનો આદેશ કર્યો હતો. જે ચારેય ઝોન માટે ફી નક્કી કરવા બાબતે શાળા સંચાલકોએ જજની સલાહ સંમત્તી લેવી પડશે.

    શાળાની પ્રોવિઝનલ ફી થઇ ગઇ નક્કી
    જજની સંમત્તી સાથે રાજ્યની 44 શાળાઓની ફીનું લિસ્ટ જાહેર થયુ છે જેમાં 90% શાળાઓની ફિમાં શિક્ષણ મંત્રીએ જાહેર કરેલા માળખા મહત્તમ ફીનાં માળખાથી વધુની ફી નક્કી કરવામાં આવી છે.

    હવે આ તમામ તરકટ જોતા લાગે છે કે શાળાઓ અને સરકારની આ મીલીભગત સીવાય અન્ય કંઇ જ નથી. કારણ કે જ્યારે એક વખત સરકારે નક્કી કર્યુ કે તમામ શાળાની ફી એક રકમથી વધુ નહીં હોય તો તેમ છતાં રાજ્યની મોટાભાગની શાળાઓમાં ફીનો આંકડો ઘણો મોટો છે.

    44 શાળાઓની ફી જાહેર,

    ફી નિર્ધારણ સમિતિએ જાહેર કરી પ્રોવિઝનલ ફી
    અમદાવાદ ઝોનની 44 શાળાઓની ફીની કરાઈ જાહેરાત
    Dav ઈન્ટરનેશનલની ફી 40થી 45 હજાર
    ઓગણજ LML સ્કૂલની 45 હજાર થી 53 હજાર
    વસ્ત્રાલની માધવ સ્કૂલની ફી 22 હજારથી 35 હજાર
    મધર ટેરેસા સ્કૂલ 17 થી 35 હજાર
    વેદાંત ઇન્ટરનેશનલની ફી 30 થી 38 હજાર
    ઝાયડસ સ્કૂલની ફી 40 થી 52 હજાર
    ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ 50 થી 66 હજાર
    ગ્લોબલ મિશનની સ્કૂલની 30 થી 60 હજાર સુધી
    રેડ બ્રિક્સની ફી 62 થી 82 હજાર સુધી
    પઈનેકલ પબ્લીક સ્કૂલની 33 થી 54 હજાર

    જુઓ શાળાઓની ફિનું લિસ્ટ

    Published by:Margi Pandya
    First published:

    Tags: Bhupendra Chudasama, Declare, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन