Home /News /gujarat /

રાજ્યસભાની બે બેઠકોની 5 જુલાઈએ ચૂંટણી, સાંજે પરિણામ

રાજ્યસભાની બે બેઠકોની 5 જુલાઈએ ચૂંટણી, સાંજે પરિણામ

અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી ૫મી જુલાઇના રોજ યોજાવાની જાહેરાત

અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી ૫મી જુલાઇના રોજ યોજાવાની જાહેરાત

  ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી ૫મી જુલાઇના રોજ યોજાવાની જાહેરાત ચૂંટણીપંચે કરી છે. જેમાં ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણી અંગેના ઉમેદવારી પત્રો ૨૫મી જૂન સુધીમાં ભરાશે જ્યારે 5 જુલાઈના રોજ સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ 5 જુલાઇના રોજ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

  ગુજરાતમાંથી રાજ્યસભાની અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની બંને બેઠકો ભાજપ પાસે હતી. પરંતુ 2018ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટી જતાં 5 જુલાઈ રોજ યોજાનારી રાજ્યસભાની બેઠકોની પેટાચૂંટણીમાંથી ભાજપને માત્ર એક જ બેઠક મળી શકશે. જ્યારે કોંગ્રેસને પણ રાજ્યસભાની એક બેઠક મળશે.

  અહીં ક્લિક કરી વાંચોઃ જૂનાગઢ સિવિલના પાંચમાં માળેથી મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ, ચોકીદારે બચાવી

  ગુજરાતમાંથી કોંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ રાજ્યસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતાઓ છે. કારણકે રાજ્યસભાની બેઠકો પૈકી એક બેઠક કોંગ્રેસ ને સરળતાથી મળી શકે છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Election date, કોંગ્રેસ, ભાજપ

  આગામી સમાચાર