Home /News /gujarat /

હાર્દિક અંગે રાજીવ સાતવે કહ્યું 'બીજાની વાત સાંભળવી એ BJPનો એજન્ડા રહ્યો નથી'

હાર્દિક અંગે રાજીવ સાતવે કહ્યું 'બીજાની વાત સાંભળવી એ BJPનો એજન્ડા રહ્યો નથી'

કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રભારી ગાંધીનગરમાં

અમદાવાદ એરપોર્ટ ઉપરથી રાજીવ સાતવ સીધા ગાંધીનગર રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

  ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી દેખાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાત આવી પહોંચ્યા છે. સાતવની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી દેખાવ યોજાયા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. જોકે, કોંગ્રેસના સાશનમાં ખેડૂતોના દેવા માફ થયા છે. સાથે સાથે તેમણે જીવા પટેલના ભાજપમાં પ્રવેશ ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે, ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થઇ રહ્યું છે. કોંગ્રેસને મુક્ત કરનાર ભાજપ કોંગ્રેસ નેતાઓને સાથે લઇ રહી છે. આ ઉપરાંત ઉપવાસી હાર્દિક પટેલની મુલાકત લેવાનું પણ જણાવ્યું હતું.

  અમદાવાદ એરપોર્ટ ઉપરથી રાજીવ સાતવ સીધા ગાંધીનગર રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે" ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપ સરકારની છેલ્લા ચાર સાડા ચાર વર્ષની નીતિ જોઇએ તો. તે ખેડૂત વિરોધી રહી છે. જ્યારે યુપીએ સમયે ડો.મનમોહન સિંહની સરકાર હતી ત્યારે અમે 72 હજાર કરોડની અસપાસ દેવું માફ થયું.

  પંજાબમાં પણ અમે ખેડૂતોને ઋણ મુક્ત કર્યા. કર્ણાટકમાં પણ કોંગ્રેસની સરકાર છે જ્યાં પણ ખેડૂતોનું દેવું માફ કરાયું. ત્યારે ગુજરાતનો ખેડૂત પૂછે છે કે જો પંજાબમાં દેવું માફ થઇ શકે છે, કર્ણાટકમાં દેવું માફ થઇ શકે છે તો ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કેમ ન થઇ શકે. આનો જવાબ આપવા માટે કેન્દ્રની મોદી સરકાર તૈયાર નથી અને ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર તૈયાર નથી. પાક વીમા યોજનામાં પણ આ સરકાર દ્વારા કોઇ મદદ મળી નથી. ખેડૂતોનો પાક નષ્ટ થઇ ગયો.

  ખેડૂત સંપૂર્ણ પણે બરબાદ થઇ ગયો. તો પણ પાક વીમાનો કોઇ લાભ મળ્યો નથી. આ સરકારની નીતિ ખેડૂત વિરોધ છે. જેના સામે જ અમારું અહીં ધરણા પ્રદર્શન છે. અત્યારે અહીંથી શરૂઆત કરી છે. આગામી દિવસોમાં આનો વ્યાપ પણ વધારીશું. "

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "પાકના ભાવની વાત કરીએ તો એમાં પણ સરકાર દ્વારા યોગ્ય ભાવ નથી મળી રહ્યો. માત્ર વિધાનસભા ચૂંટણી સમયે ભાવ આપવાની વાત કરી હતી. ચૂંટણી એવી પતી કે સરકાર પોતાના વચનો ભૂલી ગઇ હશે. પરંતુ અમે સરકારને ભૂલવા નહીં દઇએ. ખેડૂતોને પાણી નથી મળી રહ્યું, ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા."

  હાર્દિક પટેલના ઉપવાસ અંગે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, " હાર્દિક પટેલ છેલ્લા કેટલાય દિવસોથી ઉપવાસ ઉપર છે. તમે લાકશાહીની વાત કરી રહ્યા છો. આ લોકતાંત્રીક દેશ છે જેમાં દરેક સાથે વાત કરવી જોઇએ. ગુજરાતની સરકાર અને દેશની મોદી સરકાર પોતાની મનની વાત જણાવવામાં વ્યસ્ત છે. બીજાની વાત સાંભળવી એ ક્યારેય એમનો એજન્ડા રહ્યો નથી. જો તમે બોલાવ્યા વગર જ પાકિસ્તાન જઇને નવાઝ શરીફ સાથે વાત કરો છો તો હાર્દિક પટેલ સાથે વતા કરવામાં શું તકલીફ છે. આ અમારો પ્રશ્ન છે જેનો જવાબ આપવા માટે સરકાર ક્યાંકના ક્યાંક પાછી પાની કરી રહી છે."
  Published by:ankit patel
  First published:

  Tags: અમદાવાદ, ઉપવાસ, ગુજરાત, પાટીદાર અનામત આંદોલન, હાર્દિક પટેલ

  આગામી સમાચાર