Home /News /gujarat /

કોંગ્રેસનો આંતરિક કકળાટ સપાટી પર, ધારાસભ્યોની પક્ષમાં અવગણના થતી હોવાના સૂર

કોંગ્રેસનો આંતરિક કકળાટ સપાટી પર, ધારાસભ્યોની પક્ષમાં અવગણના થતી હોવાના સૂર

કોંગ્રેસનો આંતરિક કકળાટ સપાટી પર , ધારાસભ્યોની પક્ષમાં અવગણના થતી હોવાના સૂર

ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી

  પ્રણવ પટેલ

  કોંગ્રેસ અને કકળાટ એક બીજાના પર્યાય બની ગયા હોય તેમ લાગી રહ્યુ છે. ચૂંટણીઓ આવે ત્યારે કોંગ્રેસના આંતરિક કલેહ સપાટી પર આવી જાય છે. ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની ખેંચતાણ ચરમસીમાએ પહોચી છે. કોંગ્રેસના નેતાઓમાં ચાલી રહેલા આંતરિક ખેચતાણના પગલે કાર્યકર્તાઓ મુંઝાયા છે. ત્યારે કોંગ્રેસમાં શુ ચાલી રહ્યું છે તેની ઇન્સાઇટ સ્ટોરી જુવો અમારો વિશેષ અહેવાલ.

  કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ગુજરાતમાંથી 26 બેઠક જીતવાનો દાવો કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. કોંગ્રેસના નેતાઓ એક બીજાના ખેચાતણા એટલા વ્યસ્થ થયા છે કે પાર્ટી જીત દૂર દેખાઇ રહી છે. ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા અનેક દિવસમાં આંતરિક કલેહ ચરમ સપાટી પર આવ્યો છે. વર્તમાન કોંગ્રેસના ધારાસભ્યોનો દાવો છે કે સંગઠનમાં પાર્ટી તેમનુ સાભળતુ નથી. તો વળી સિનિયર નેતાઓ બંધારણે એક બેઠક કરે છે અને પાર્ટીની વર્તમાન સ્થિતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં વર્તમાન વ્યવસ્થા યોગ્ય ન હોવાની વાત પણ નેતાઓ અનેક વખત મીડીયા સમક્ષ કરી ચૂક્યા છે.

  કેટલાક ધારાસભ્યોએ સંગઠનમાં ન ચાલતુ હોવાનો બળાપો કાઢી રહ્યા છે. નામ ન આપવાની શરતે જણાવ્યુ હતું, કે ધારાસભ્યોને યોગ્ય સ્થાન પાર્ટીમાં મળ્યુ નથી.સંગઠનમાં નિમણૂકમાં પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. જયારે સંગઠનના નેતાઓ ધારાસભ્યોને ચૂંટણી સમયે કોઇ મદદ કરી રહ્યા નથી. તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પચાયતના તૂટવા પાછળનું કારણ પર સંગઠન અને નેતાઓની તાલમેલનો અભાવ કહેવામાં આવી રહ્યો છે.

  આ પણ વાંચો - લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 સભ્યોની કમિટી જાહેર કરી

  કેટલાક ધારાસભ્યો કહી રહ્યા છે કે પ્રદેશ કોંગ્રેસમાં તેમની અનેક રજૂઆત કરવામાં આવી છે, તેમ છતા સ્થાનિક નેતૃત્વમાં કોઇ ફેરફાર કરવામાં આવી રહ્યા નથી. સંગઠનમાં પણ એક જ પરિવારના અનેક સભ્યોને જવાબદારી સોપાઇ છે. તેમજ એક જિલ્લા અને તાલુકામાંથી એક જ પરિવારના લોકોને મોટા હોદ્દાઓ અપાઇ રહ્યા છે. કેટલાક જિલ્લા અને તાલુકામાં અનેક નેતાઓની બાદબાકી કરવામાં આવે છે.પાર્ટી હાઇ કમાન્ડને અનેક વખત રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરતા નથી તેવો બળાપો પણ ધારાસભ્યો ઠાલવી રહ્યા છે.

  આશા બહેન પટેલ દ્વારા જાહેરામાં પત્ર લખી પોતાનું રાજીનામુ આપ્યુ અને પાર્ટીમાં ચાલી રહેલા કકળાટ જગજાહેર કર્યો હતો. ધારાસભ્ય હોવા છતા કાર્યક્રમમાં બેસવા માટે ખુરશી પણ ધારાસભ્યે જાતે ગોતવી પડે છે તેવો આરોપ આશા બહેને કર્યો હતો. તો બીજી તરફ સંગઠનમાં નેતાઓ ધારાસભ્યને મદદ નથી કરતા તે વાત પણ બહાર આવી રહી છે. કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટની શરૂઆત ઉત્તર ગુજરાતમાંથી શરૂ થઇ છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાંથી સૌથી વધુ બેઠક કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં મળી હતી પરંતુ વિધાનસભાની ચૂંટણી જીત કોંગ્રેસના નેતાઓ પચાવી શક્યા નથી. નેતાઓનો આંતરિક કલેહ બહાર આવે છે. લોકસભા ચૂંટણી માટે કાઉનડાઉન શરૂ થયુ છે.. પાર્ટીએ લોકસભા માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા આરંભી છે તે પહેલા તો પાર્ટીમાં રહેલો અસંતોષ ખુલીને બહાર આવ્યો છે. રાજીનામાની શરૂઆત ઉતર ગુજરાતમાંથી થઇ છે.. જાણકાર સુત્રો કહી રહ્યા છે કે હજૂ પણ વર્તમાન ધારાસભ્ય, પ્રમુખ અને વિપક્ષ નેતાની નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા છે અને પાર્ટીનો હાથ ગમતે સમયે છોડી શકે છે.

  આ પણ વાંચો - મિશન લોકસભા 2019: રાહુલ ગાંધી 14મી ફેબ્રુઆરીએ આવશે ગુજરાત

  વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠક કોંગ્રેસ પાર્ટીએ જીતી હતી. પરંતુ સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળિયાના રાજીનામા બાદ ઉતર ગુજરાતમાંથી આશાબહેન પટેલે રાજીનામું આપ્યું છે. રાજીનામા પાછળનું મુખ્ય કારણ આશા બહેન પટેલનો વ્યક્તિગત સ્વાર્થ પણ માનવમાં આવે છે તો બીજી તરફ નેતાઓની એક બીજાની ખેંચતાણ પણ કારણ ભુત માની રહ્યુ છે. કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરતા હોવાનો પણ ઘટસ્ફોટ પાર્ટીના કેટલાક નેતાઓ કરે છે. નામ ન લીધા વગર નેતાઓએ જણાવ્યુ હતું કે ભાજપના નેતાઓના કહેવાથી જ પાર્ટીના નેતાઓ પાર્ટી વિરૂદ્ધ જઇ પાર્ટી માટે કામ કરે છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટીને નુકશાન થયુ છે.

  દક્ષિણ ગુજરાતના રાજકારણની જો વાત કરી તો દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના કદાવર નેતા તરીકે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીનું વર્ચસ્વ હર હમેશા માટે રહ્યુ છે. પરંતુ તુષાર ચૌધરી પણ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાના સમાચાર અનેક વખત બહાર આવી ચુક્યા છે. તુષાર ચૌધરીના સમર્થકો કહી રહ્યા છે કે પાર્ટીમાં તેઓની યોગ્ય સ્થાન નથી મળી રહ્યુ. પાર્ટીમાં મોટા નિર્ણય લેવાયા છે તે નિર્ણયમાં તેમને એક પણ વખત પૂછવામાં આવ્યુ નથી. તુષાર ચૌધરી પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પુત્ર છે અને તેઓ યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. તેમણે રાજીવ સાતવ સાથે પણ પોતાનો બળાપો અનેક વખત ઠાલવ્યો છે તેમ છતા તેમનું કઇ ઉપજયુ નથી. મોવળી મંડળ નેતાઓ પાસેથી તેથી નારાજ નેતાઓની હરોળમાં તુષાર ચૌધરી પણ સામેલ થયા છે.

  પૂર્વ સીએમના પુત્ર અને પૂર્વ પ્રમુખ સિદ્વાર્થ પટેલ પણ નારાજ છે. સુત્રો કહી રહ્યા છે, કે પાર્ટીમાં તાનાશાહી માત્ર એક પરિવાર કરી રહ્યુ છે. પોતે પટેલ નેતાઓ હોવા છતા તેઓને આગળ કરવામાં આવી રહ્યા નથી. વર્તમાન નેતૃત્વથી તેઓ પણ નારાજ છે અંદર ખાને પોતાની નારાજી વ્યક્ત કરી ચૂક્યા છે પણ ખુલીને પાર્ટી સામે નથી આવી રહ્યા સિનિયર નેતાઓની જો વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા, દિનશા પટેલ સહિત એક ડઝન નેતાઓ પાર્ટીના નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા છે. એક સમયે તમામ નારાજ નેતાઓ બંધારણે બેઠક પણ કરી ચૂક્યા છે. તો બીજી તરફ એક જૂથ નારાજ નેતાઓ સામે આવી ચૂક્યા છે અને નારાજ નેતાઓ ખુદ પોતાની બેઠક જીતી શક્યા ન હોય તેવા નિવેદન પણ સોશિયલ મિડીયામાં પણ થઇ ચુક્યા છે.

  પાર્ટીમાં એક જૂથમાં ચર્ચા ચાલી રહી છે કે ભરતસિંહ સોલંકી પાછળ રહી કોંગ્રેસ પાર્ટીનું સ્ટીયરીંગ અમિત ચાવડા પાસે ચલાવી રહ્યા છે. અમિત ચાવડા માત્ર એક મહોરું છે. તેના પડદા પાછળ ભરતસિંહ સોલંકી પોતાના વિરોધીઓને કાપવામાં સક્રિય થયા છે. ભરતસિંહ સોલંકી પણ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર અને રાજનીતિ વારસામાં મળી છે. દિલ્હી હાઇ કમાન્ડ ભરતસિંહ સોલંકી સામે કાર્યવાહી ન કરવા પાછળનું કારણ પણ માધવસિંહ સોલંકી માનવામાં આવે છે. ભરતસિંહ સોલંકી પ્રદેશ કોંગ્રેસના બે વખત પ્રમુખ રહી ચુક્યા છે. ગત પ્રમુખ પદમાં તેમણે વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને સારો એવો ફાયદો કરાવ્યો હતો. જેના કારણે દિલ્હી હાઇકમાન્ડમાં તેમનું સ્થાન મોટુ થયુ હતું.જેનો ફાયદો ભરતસિંહ સોલંકી લઇ રહ્યા છે. ભરતિસંહ સોલંકીના કહેવાથી જ અમિત ચાવડાની નિમણૂક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે કરવામાં આવી છે. ત્યારે પાર્ટીનો આંતરિક કલેહ બહાર આવ્યો છે અને પાર્ટીનું એક જૂથ સોલંકી પરિવાર વિરૂદ્ધ કાર્યમાં લાગ્યુ છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Congress party, Gujarat Politics, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ, ગુજરાત, રાજકારણ

  આગામી સમાચાર