Home /News /gujarat /

પોલીસ જાહેરનામું: સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ન ફેલાવવી

પોલીસ જાહેરનામું: સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ન ફેલાવવી

પ્રતિકાત્મક તસવીર

'સામાન્ય માણસને ગભરાવવાની જરૂર નથી.'

    ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે જેના કારણે બોર્ડર પારથી ખોટી અફવાઓ, ફોટા અને પ્રચારનો મારો ચાલ્યો છે. જેના કારણે ધાર્મિક અને સામાજીક લાગણી દુભાતી હોય છે. આ લાગણીને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ડામાડોળ ન થાય તે માટે રાજ્યની પોલીસે એક માર્ગદર્શિકા બહાર પાડીને તેનું પાલન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રાજ્યનાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની રજાઓ પર પ્રતિબંધ મુક્વામાં આવ્યો છે.

    આવી નાજુક પરિસ્થિતિમાં જો તમારી પાસે પણ ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ આવે તો તેનો પ્રચાર ન કરવા વિનંતી કરવામાં આવી છે. હાલ રાજ્યની પોલીસ તથા તમામ સિક્યુરિટી ફોર્સિસ હાઈ એલર્ટ પર છે. તેઓ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતીનો સામનો કરવા સક્ષમ છે.

    આ પણ વાંચો: પૂર્વ-પશ્ચિમ કચ્છમાં હાઇએલર્ટ : સરહદે પાકિસ્તાની સૈન્યની હિલચાલ વધી

    તેઓ જાહેરનામું બહાર પાડીને સંદેશો આપી રહ્યાં છે કે સામાન્ય માણસને ગભરાવવાની જરૂર નથી. આ ઉપરાંત શક પડતી વસ્તુ અથવા તો હિલચાલ પર ધ્યાન રાખવા અને શંકાસ્પદ હિલચાલ કે ગતિવિધી જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ 100 અથવા તો સિક્યુરિટી ફોર્સિસને જાણ કરી મદદરૂપ થવા જણાવ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat police, ગુજરાત, પુલવામા, પુલવામા એટેક

    આગામી સમાચાર