Home /News /gujarat /

LRD પેપર લીકમાં ગુજરાત પોલીસને ગુડગાવમાં મળી મોટી સફળતા

LRD પેપર લીકમાં ગુજરાત પોલીસને ગુડગાવમાં મળી મોટી સફળતા

આજે પોલીસ પેપર ખરીદનાર પ્રિતેશ પટેલ અને અજય સિંહ પરમારને દિલ્હી લઇ ગઇ હતી.

આજે પોલીસ પેપર ખરીદનાર પ્રિતેશ પટેલ અને અજય સિંહ પરમારને દિલ્હી લઇ ગઇ હતી.

    લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં રોજ નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે ત્યારે આજે ગુજરાત પોલીસને નવી સફળતા મળી છે. આજે પોલીસ પેપર ખરીદનાર પ્રિતેશ પટેલ અને અજય સિંહ પરમારને દિલ્હી લઇ ગઇ હતી.

    જ્યાં આરોપીઓને પ્રશ્નપત્ર બતાવવામાં આવ્યું હતુ એ લોકેશન પર લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં ગુજરાતનાં બે પીએસઆઈએ દાવો કર્યો છે કે તેમને સીસીટીવી ફૂટેજમાં આ બંન્ને આરોપીઓ અવરજવર જોવા મળી રહી છે. જેનાથી મોટી કળી હાથ લાગી છે.

    કુલ 13 લોકોની ધરપકડ

    મહત્વનું છે કે અત્યારસુધીમાં આ મામલામાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં પી.વી.પટેલ (વાયરલેસ પીએસઆઇ), રૂપ શર્મા (ગાંધીનગર હોસ્પેટલની રેક્ટર), મુકેશ ચૌધરી (ભાજપનો કાર્યકર), મનહર પટેલ (ભાજપ કાર્યકર), નરેન્દ્ર ચૌધરી, અજય પરમાર, ઉત્તમસિંહ ભાટી, પ્રિતેશ પટેલ (લીક પેપર ખરીદનાર), જયેન્દ્ર રાવલ (ભાજપનો કાર્યકર), ભરત ચૌધરી, નવભાઈ વઘડીયા, સંદીપ ચૌધરી, યશપાલસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો : LRD પેપર લીક: ફરીથી દ.ભારતના નેતાની પ્રિન્ટીંગ પ્રેસમાં જ છપાશે પ્રશ્નપત્ર?

    જાણો દિલ્હીમાં કઇ રીતે પહોંચ્યાં પેપર પાસે?

    દિલ્હીની ગેંગ પોતાની કારમાં આવી હતી. જયારે પરિક્ષાર્થીઓની ચાર ગાડી ગુડગાવમાં જ મુકી દેવામાં આવે છે અને પોતાની ગાડીઓમાં તેમને દિલ્હી લઈ જવામાં આવે છે. દિલ્હી પહોંચી પાંચ પાંચના ગ્રુપમાં આ પરિક્ષાર્થીઓ અલગ-અલગ થાય છે. જેમને અલગ-અલગ જગ્યા પર લઈ જવામાં આવે છે. દિલ્હીની ગેંગ દ્વારા તેમને પેપર, તેની આન્સરશીટ આપવામાં આવે છે. ત્યારબાદ બે કલાક બાદ ફરી દિલ્હીની એક જગ્યા પર ચાર ગાડીઓ ભેગી થાય છે અને પરિક્ષાર્થીઓને બેસાડી ફરી ગુડગાવ છોડી દે છે. તમામ પરિક્ષાર્થીઓ 30 તારીખે રાત્રે નીકળી ગુજરાત અલગ અલગ રીતે પરત આવે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: LRD, LRD paper leak, Paper leak, Yashpalsinh Solanki

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन