Home /News /gujarat /

પેપર લીક: કોઈ ઉધારના પૈસા લઈ, કોઈ ખેતરમાં પાણી છોડી પરીક્ષા આપવા ગયા, તેમનો શું વાંક?

પેપર લીક: કોઈ ઉધારના પૈસા લઈ, કોઈ ખેતરમાં પાણી છોડી પરીક્ષા આપવા ગયા, તેમનો શું વાંક?

લોકરક્ષકની પરીક્ષા મોકુફ રાખવામાં આવી

સૌથી ખરાબ વાત એ છે કે પરીક્ષા મોકુફ રહી છે તેની જાણ તો ઉમેદવારોને કરવામાં પણ આવી ન હતી

    રાજ્યમાં રવિવારે લોકરક્ષક ભરતીની પરીક્ષા યોજનાર હતી. પોણા નવ લાખ વિદ્યાર્થીઓ એક વર્ષથી પરીક્ષામાં પાસ થવા માટે મહેનત કરતા હતા. જોકે રવિવારે જ્યારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે જ રાજ્ય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા જાણ કરવામાં આવે છે કે લોકરક્ષકની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. એસી ઓફિસમાં બેસીને પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્ય ભરતી બોર્ડના અધ્યક્ષે વિકાસ સહાયે બે મિનિટમાં કહી દીધું લોકરક્ષકની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. તેણણે માફી પણ માંગી લીધી. જોકે તેમને ક્યાં ખબર છે કે આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરી છે.

    કોઈ ખેડૂતનો દિકરો પોતાના ખેતરમાં પાકને પાણી પિવડાવ્યા વગર પરીક્ષા આપવા ગયો હતો. કોઈ ગરીબ મજુરનો દિકરો ભાડા માટે ઉધારના પૈસા પૈસા લઈને પરીક્ષા આપવા માટે ગયો હતો. તેમનો શું વાંક. કોઈને 300થી તો કોઈને 200 કિલોમીટર દુર નંબર આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ ભાડા ભરીને હોટલમાં રહીને પરીક્ષા આપવા માટે ગયા હતા. એક વિદ્યાર્થી પાછળ ઓછામાં ઓછા 1000 રુપિયાનો ખર્ચ ગણો તો પણ 8.6 લાખ વિદ્યાર્થીઓ પાછળ કેટલો ખર્ચ થાય. આ વિદ્યાર્થીઓનો પૈસા કોણ ચુકવશે? હવે મહિના પછી ફરી પરીક્ષા ત્યારે ગરીબ મજુરનો છોકરો ફરી પૈસા ક્યાંથી લાવશે? પરીક્ષા રદ થતા ઘણા વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. તેમનો એક જ સવાલ હતો કે અમારો શું વાંક.

    આ પણ વાંચો - રાજ્ય પોલીસ ભરતીનું પેપર લીક થતાં પરીક્ષા મોકુફ, કાયદેસરની થશે કાર્યવાહી

    ઉમેદવારોને જાણ પણ ન કરાઈ

    આ બધામાં પણ સૌથી ખરાબ વાત એ છે કે પરીક્ષા મોકુફ રહી છે તેની જાણ તો ઉમેદવારોને કરવામાં પણ આવી ન હતી. પરીક્ષા દરમિયાન પાલનપુરમાં વિવાદ થતા થતા જાહેરાત કરી દેવાઈ હતી કે પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. બીજી તરફ ઘણા સેન્ટરોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો હતો. સેન્ટરવાળા પણ મુશ્કેલીમાં મુકાયા હતા કે પરીક્ષા રદ થઈ છે કે નહીં. ઘણા લોકોને સોશિયલ મીડિયા દ્વારા પરીક્ષા રદ થઈ છે તેની જાણકારી મળી હતી.

    ઉલ્લેખનીય છે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે રાજ્યના 29 શહેરોમાં 9713 બેઠકો માટે હથિયારધારી- બિન હથિયારધારી લોકરક્ષકની અને જેલ સિપાઇની પરીક્ષા લેવાની હતી.
    Published by:Ashish Goyal
    First published:

    આગામી સમાચાર