હર્મેશ સુખડિયા, અમદાવાદ: ગાંધીનગરમાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ હત્યા કરનારા સિરિયલ કિલરે ફફડાટ ફેલાવ્યો છે. પોલીસે હત્યા સ્થળ સહિતના અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરતા હત્યારો વ્યંડળ હોવાની શંકા મજબુત બની છે. પોલીસે આરોપીની તસવીર અને સ્કેચ તૈયાર કરીને એક પત્રિકા બહાર પાડી છે. જેમાં લખવામાં આવ્યું છે કે 'ગાંધીનગર હત્યાનાં શકમંદ. ગુજરાત પોલીસને જાણ કરવા માટે 7621002311 પર સંપર્ક કરો. જાણ કરનારને યોગ્ય ઇનામ મળશે.'
જ્યારથી પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યાં છે ત્યારથી સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધુ છે. આ હત્યારાને પકડવા માટે જિલ્લા પોલીસવડાએ એસઆઈટી બનાવી છે. તપાસ ટીમની રચનાના આટલા દિવસો બાદ પણ પોલીસ હજી સુધી હત્યારા સુધી પહોંચી શકી નથી. સિરિયલ કિલર સુધી હજી સુધી ન પોહચતા હવે ગાંધીનગર પોલીસે કંઇક વધારે અજુગતું ન થાય તે માટે પેટ્રોલિંગ અને બંદોબસ્ત કરવાનું શરૂ કર્યું છે.
પોલીસની જાહેરાત
આરોપીને પકડવા હવે સમગ્ર જિલ્લાની મળી 60 ટીમો બનાવી છે. આ ટીમો ગાંધીનગર અને અમદાવાદમાં સીરિયલ કિલરની તપાસ કરી રહી છે.
હત્યારો રાની નામનો વ્યંઢળ હોવાની પ્રબળ શક્યતા
પોલીસને જે સિરિયલ કિલરના સીસીટીવી મળ્યા છે તેમાં રાની નામનો વ્યંઢળ નજરે પડે છે. પોલીસને આશંકા છે કે રાની જ હત્યાની ઘટનાઓને અંજામ આપતો હોઈ શકે છે.
પોલીસની જાહેરાત
ગાંધીનગરમાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ હત્યાના બનાવને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે. ત્રણેય હત્યા એક જ પ્રકારે કરવામાં આવી છે. ત્રણેયના માથાના પાછળના ભાગમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એટલું જ નહી હત્યામાં 7.65 એમ.એમ.ની પિસ્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર