Home /News /gujarat /

ગુજરાતના આ 19 પોલીસકર્મીને અપાશે રાષ્ટ્રપતિ ચંદ્રક

ગુજરાતના આ 19 પોલીસકર્મીને અપાશે રાષ્ટ્રપતિ ચંદ્રક

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી

    ન્યૂઝ18 ગુજરાતી: પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોની પ્રસંશનીય સેવા બદલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બે વિશિષ્ટ સેવા મેડલ અને 17 પ્રસંશનીય સેવા મેડલનો સમાવેશ થાય છે. આગામી દિવસમાં આ પોલીસ અધિકારીઓ અને જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે.

    રાષ્ટ્રપિત દ્વારા જાહેર કરવામાં આવેલા વિશિષ્ટ સેવા એવોર્ડ માટે ગુલાબભાઇ છનાભાઇ પટેલ (એએસઆઇ, સુરત) અને ડી.સી. બારીયા (આઇઓ, ગાંધીનગર)ની પસંદગી કરવામાં આવી છે.

    ઉપરાંત 17 અધિકારી અને જવાનોમાં એલ.બી. ઝાલા (વલસાડ), આર.બી. ઝાલા (રાજકોટ), એલ. પી. ઝાલા (નર્મદા), એમ.બી. જુડાલ, વિજયભાઇ બી. પટેલ, એમ.ડી. પરમાર, એ.પી. ચુડાસમા, એચ. એમ. પરમાર, વી.એમ. સાધુ, એમ. જી. પરમાર, આર.એન.. જાડેજા, હસમુખભાઇ કે. મકવાણા, નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, આરીફ એહમદ પટેલ, હિતેંન્દ્રસિંહ ખોડુભા ગોહિલ, રાજેંન્દ્રસિંહ જીવતસિંહ વંશ, રાજીવ સતપાલસિંઘ સૈનીનો સમાવેશ થાય છે.



    આ પણ વાંચો: ગુજરાત પોલીસની છબી બનશે હવે સિંઘમ જેવી! આવ્યા નવા નિયમો

    આ પોલીસ અધિકારી જવાનોને આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. જ્યારે રાજ્ય પોલીસ વડા શિવાનંદ જાએ પણ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવનાર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

    શહેરની મહિલા સહિત 3 હોમગાર્ડઝ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક

    પ્રશંસનીય કામગીરી બદલ પ્રજાસત્તાક દિવસે હોમગાર્ડઝની મહિલા સહિત 6 જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. તે સિવાય ગુજરાતના હોમગાર્ડઝના 35 જવાનોને રાજ્યપાલ ચંદ્રક આપવામાં આવશે. જેમાં અમદાવાદ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝના કંપની ક્વાટર માસ્ટર સર્જન્ટ નર્મદાબેન એસ.પરમાર, હેડ ક્વાર્ટસના જૂનિયર સ્ટાફ ઓફિસર મહેન્દ્રકુમાર એમ. પ્રજાપતિ, અમદાવાદ રૂરલના સીનિયર પ્લાટુન કમાન્ડર રમેશભાઇ એમ.સોલંકીનો સમાવેશ થાય છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat police

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन