Home /News /gujarat /હાર્દિકને જામીન મળતાં લાલજી પટેલે કહ્યું-અમારા માટે ખુશીના સમાચાર
હાર્દિકને જામીન મળતાં લાલજી પટેલે કહ્યું-અમારા માટે ખુશીના સમાચાર
હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જામીન મળતાં પાસ કાર્યકરો અને પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાસ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઇ રહી છે તો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ જામીન અંગે ખુશી વ્યક્ત કરી છે.

અમદાવાદ #હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જામીન મળતાં પાસ કાર્યકરો અને પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાસ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઇ રહી છે તો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ જામીન અંગે ખુશી વ્યક્ત કરી છે.
ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહના ગુનામાં હાર્દિક પટેલને શરતી જામીન આપતાં આ અંગે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ખુશી વ્યક્ત કરી છે. પ્રદેશ18 ઇટીવી સાથેની વાતચીતમાં આ અંગે લાલજી પટેલે કહ્યું કે, હાર્દિક અને અન્ય પાટીદાર યુવાનો કે જેલમાં બંધ છે એ બહાર આવે એ અમારા માટે ખુશીના સમાચાર છે.
અહીં નોંધનિય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસ અને એસપીજીમાં કથિત વિખવાદ થતાં હાર્દિક પટેલ અને લાલજી પટેલના બે જુથ વચ્ચે તિરાડ પડી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.