Home /News /gujarat /

હાર્દિક પટેલ ઉદેપુર છોડી હરિદ્વાર રહેવા જશે? હાઇકોર્ટમાં કરી અરજી

હાર્દિક પટેલ ઉદેપુર છોડી હરિદ્વાર રહેવા જશે? હાઇકોર્ટમાં કરી અરજી

ગુજરાત હાઇકોર્ટના આદેશાનુસાર હાલમાં ઉદેપુર ખાતે રહેતા પાસ નેતા હાર્દિક પટેલને હવે ઉદેપુર નથી રહેવું. અન્ય સ્થળે રહેવા માટે હાર્દિક પટેલે મંજૂરી માંગી છે. ઉદેપુરને બદલે હરિદ્વાર ખાતે રહેવા માટે હાર્દિકે મંજૂરી માંગી હોવાનું જાણવા મળી રહી રહ્યું છે,

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઉદેપુર #ગુજરાત હાઇકોર્ટના આદેશાનુસાર હાલમાં ઉદેપુર ખાતે રહેતા પાસ નેતા હાર્દિક પટેલને હવે ઉદેપુર નથી રહેવું. અન્ય સ્થળે રહેવા માટે હાર્દિક પટેલે આ માટે હાઇકોર્ટમાં અરજી કરી મંજૂરી માંગી છે. ઉદેપુરને બદલે હરિદ્વાર ખાતે રહેવા માટે હાર્દિકે મંજૂરી માંગી છે,

વાંચો : હાર્દિક પટેલ અંગેના તમામ ન્યૂઝ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરિમાયન થયેલા તોફાન કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય બહાર રહેવાનો આદેશ કરતાં હાર્દિક પટેલ હાલમાં ઉદેપુર ખાતે છે. જોકે અહીં કોઇ કારણોસર અનુકૂળ ના આવતાં હાર્દિક પટેલે અન્ય સ્થળે રહેવા માટે મંજૂરી માંગી છે.

વાંચો : અમે ડરવાના નથી, અનામત તો મેળવીને જ રહીશું : હાર્દિક પટેલ

સુત્રોના જણાવ્યા અનુસારા હાર્દિક પટેલે હરિદ્વાર ખાતે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો મંજૂરી મળી જશે તો હાર્દિક પટેલ ઉદેપુરને બદલે હવે હરિદ્વાર રહેવા જશે.

અહીં નોંધનિય છે કે, રાજદ્રોહ સહિતના ગુના મામલે કોર્ટના આદેશાનુસાર ઉદેપુરમાં રહેતા હાર્દિક પટેલ પર પોલીસ બાજ નજર રાખી રહી છે અને ઘરની બહાર નીકળવા મામલે પણ રોકટોક હતી. જોકે આ મામલે હાર્દિકે કોર્ટમાં અરજી કરતાં કોર્ટે રાહત આપતો આદેશ કર્યો હતો. હાર્દિક પટેલને ઘરની બહાર નીકળવા માટે કોઇની મંજૂરી લેવાની નહીં રહે તે પોતાની ઇચ્છા અનુસાર ઘરની બહાર આવજા કરી શકશે પરંતુ ઉદેપુર બહાર જતાં કોર્ટની મંજૂરી લેવાની રહેશે.
First published:

Tags: ઉદયપુર, ગુજરાત, પાટીદાર અનામત આંદોલન, હરિદ્વાર, હાર્દિક પટેલ

આગામી સમાચાર