અમદાવાદ #વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે પાસ નેતા હાર્દિક પટેલની જામીન અરજીની આજે સુનાવણી ટળી છે. હવે આ અંગે વધુ સુનાવણી 11મી જુલાઇએ હાથ ધરાશે.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન વિસનગર સ્થિત ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના મામલે પાસ નેતા હાર્દિક પટેલ સહિત વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. હાર્દિક પટેલ હાલમાં જેલમાં બંધ છે ત્યારે આ મામલે આજે જામીન અરજીની સુનાવણી થવાની હતી. જોકે આ સુનાવણી ટળી છે. હવે આગામી 11મી જુલાઇએ આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે.