Home /News /gujarat /

News18 Exclusive: ગુજરાતમાં વધુ એક પેપર લીક થયુ, પરીક્ષા પહેલા જ પેપરનો વીડિયો YouTube પર મૂકાયો

News18 Exclusive: ગુજરાતમાં વધુ એક પેપર લીક થયુ, પરીક્ષા પહેલા જ પેપરનો વીડિયો YouTube પર મૂકાયો

ગુજરાતના શિક્ષણ જગતના મોટા સમાચાર

Gujarat news: આ પેપરો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે.

    અમદાવાદ: ગુજરાતમાં વધુ એક પેપર લીક (Gujarat paper leak) થયાના સૌથી મોટા સમાચાર ન્યૂઝ18 ગુજરાતી પર સૌથી પહેલા સમાજને બતાવવામાં આવી રહ્યા છે. શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. આજે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવવાનું છે તે પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા આર. એમ. એકેડમી નામની યુટ્યુબ ચેનલ પર લીક થયાનું સામે આવ્યું છે.

    ધો. 12માં આજે લેવાનારી વાણિજ્ય વ્યવસ્થાનું પેપર એક દિવસ પહેલા જ આ યુટ્યુબ ચેનલ સાથે અન્ય સાત ચેનલો અને લિંકો  પર અપલોડ થઈ ગયું છે. જેમાં આર.એમ એકેડમી નામની યુટ્યુબ ચેનલમાં જવાબો સાથે પેપર સામે લીક થયા છે. ત્યારે સવાલ એ છે કે, આ કોણ લોકો છે જે રાજ્યનાં ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે?

    પેપરો નવનીત પ્રકાશન દ્વારા છાપવામાં આવે છે

    શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાતી પરીક્ષાના આ પેપર નવનીત પ્રકાશન દ્વારા છાપવામાં આવે છે. જેમની સાથે અમારા સંવાદદાતાની વાત થઇ હતી. જેમાં નવનીત પ્રકાશને જણાવ્યું હતુ કે, આ અંગેની વાત થોડા દિવસ પહેલા અમારા ધ્યાને પણ આવી છે.



    જેથી નવનીત પ્રકાશન આ અંગે પોલીસનો સંપર્ક કર્યો છે અને પોલીસ પણ આ અંગેની કાર્યવાહી કરી રહ્યા છે. આ પેપરો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે. માત્ર વાણીજ્ય વ્યવસ્થાનું જ પેપર નહીં પરંતુ ભૂગોળ, સમાજ શાસ્ત્રના પેપર પણ લીક થયા છે. જેમાં એક બાદ એક ડિલીટ પણ થયા છે.



    ગુજરાતના શિક્ષણ જગતના મોટા સમાચાર.બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે તેના પુરાવા જુઓ.



    ' આ પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવતા નથી'

    આ મુદ્દે અમારી ટીમે માધ્યમિક શિક્ષણ બોર્ડનાં પરીક્ષા સચિવ, બી.એ.ચૌધરી સાથે પણ વાત કરી ગંભીરતા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેમણે જમાવ્યું હતુ કે, આ પરીક્ષા સાદી પરીક્ષા છે અને આ પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવતા નથી. દરેક જિલ્લાની એક કમિટિ હોય છે જેઓ શાળાના આચાર્યો સાથે મળીને શાળાના અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવામાં આવતા હોય છે. આ પેપરો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવતા નથી. આ સ્કૂલોનો સ્થાનિક વિષય છે. આ પેપર કયા જિલ્લાનું છે કયા ગ્રુપનું છે તે પણ જોવું પડશે. આપણા ગુજરાતમાં 250 કરતા વધુ એસવીએપ ગ્રુપ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: GSEB, Gujarat Education, ગુજરાત, પેપર લીક, શિક્ષણ વિભાગ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन