Home /News /gujarat /

વાયુ વાવાઝોડાની અસર, 37 તાલુકાઓમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ

વાયુ વાવાઝોડાની અસર, 37 તાલુકાઓમાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ

તસવીર : બારડોલી

સિદ્ધપુરમાં 45 મી.મી., અને પ્રાંતિજમાં 43 મી.મી. વરસાદ, 28 જિલ્લાઓના 108 તાલુકાઓમાં વરસાદી માહોલ

    અમદાવાદ : રાજ્યમાં વાયુ વાવાઝોડાના પગલે ચોમાસાના પગરણ થયા છે. ગુરુવારે સવારે આઠ વાગે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 37 તાલુકાઓમાં 12 મી.મી. એટલે કે અડધા ઇંચથી લઇને 45 મી.મી. એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 108 તાલુકાઓ એવા છે જ્યાં વરસાદની ઝલક જોવા મળી છે.

    રાજયના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે સવારે 8.00 વાગે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાઓના 108 તાલુકામાં હળવા ઝાપટાથી લઇ બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. વરસાદની જિલ્લાવાર માહિતી જોઇએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં 45, સરસ્વતી તથા હારિજમાં 16, પાટણમાં 18, બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 33, પાલનપુરમાં 17, દિયોદરમાં 14, દાંતા અને ડિસામાં 12-12 મી.મી. વરસાદ પડ્યો હતો.

    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 43, હિંમતનગરમાં 34, ઇડરમાં 22, ખેડબ્રહ્મામાં 21, તલોદમાં 21, વડાલીમાં 18 ૧૬ મી.મી. વરસાદ પડ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 38, વિસનગરમાં 36, વડનગરમાં 21, મહેસાણામાં 22 અને ઊંઝામાં 11 મી.મી. વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં 33 મી.મી. વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં 33 અને કલોલમાં 24 મી.મી. વરસાદ નોંધાયો છે.

    સૌરાષ્ટ્રમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં કચ્છ જિલ્લાના લખપતમાં 16 મી.મી., દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 25 મી.મી., જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 12 મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં 20 મી.મી., અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 25 મી.મી., ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 14 મી.મી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 12 મી.મી., રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 11 મી.મી. તથા જામનગર તાલુકામાં 26 મી.મી. વરસાદ નોંધાયો છે.

    મધ્ય તથા દક્ષિણ ગુજરાતની વરસાદની સ્થિતિ વિશે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કઠલાલમાં 13 મી.મી., તાપી જિલ્લાના ઉચ્છલમાં 27 મી.મી. અને સોનગઢમાં 15 મી.મી., જ્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 38 મી.મી. વરસાદ વરસ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat monsoon, IMD, Vayu, વાવાઝોડુ, હવામાન

    આગામી સમાચાર