Home /News /gujarat /નરેન્દ્ર મોદી એક નાલાયક દીકરો છે, કેમ કે તેમણે .....:જિજ્ઞેશ મેવાણી

નરેન્દ્ર મોદી એક નાલાયક દીકરો છે, કેમ કે તેમણે .....:જિજ્ઞેશ મેવાણી

જિગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મોદી જેવા દેખાતા કોઈ વ્યક્તિ સાથે મૂકેલી તસવીર

ગુજરાતનાં વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતું ટ્વીટ કર્યુ છે.

ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાનાં વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતું ટ્વીટ કર્યુ છે.

મેવાણીએ નરેન્દ્ર મોદી વિશે લખ્યુ છે કે, પ્રધાનમંત્રી એક નાલાયક દિકરો છે જેણે નોટબંધીને ઉચિત ઠેરવવા માટે તેમના 90 વર્ષનાં માતાને લાઇનમાં ઉભા કર્યા. છી...છી..છી”

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ પ્રસંગે પણ મેવાણીએ ટ્વીટ કરીને લખ્યુ હતું કે, સરદાર પટેલે દેશને એક કરવાનું કામ કર્યુ હતું પણ તમારા નરેન્દ્ર મોદીએની ભાગલાવાદી નીતિ દેશને તોડીને રહેશે.

મેવાણીએ મહારાષ્ટ્રમાં ભીમકાંરેગાવ મુદે પણ નરેન્દ્ર મોદી પર નિશાન તાંક્યુ હતુ અને ટ્વીટ કર્યુ હતુ કે, મોદીનાં ગુરુ પર દાખલ કરવામાં આવેલો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો.
First published:

Tags: Demonetization, Jignesh Mewani, આરબીઆઇ, પીએમ નરેન્દ્ર મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો