Home /News /gujarat /મહીસાગર: પરિવારને પ્રેમીપંખીડાનો પ્રેમ મંજૂર ન હતો, જેથી એકબીજાનાં હાથ દુપટ્ટાથી બાંધીને કર્યો આપઘાત

મહીસાગર: પરિવારને પ્રેમીપંખીડાનો પ્રેમ મંજૂર ન હતો, જેથી એકબીજાનાં હાથ દુપટ્ટાથી બાંધીને કર્યો આપઘાત

આ બંને એક જ ગામના હતા અને બંને વચ્ચે પ્રેમ સબંધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

આ બંને એક જ ગામના હતા અને બંને વચ્ચે પ્રેમ સબંધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

મિતેષ ભાટિયા, મહીસાગર: મહીસાગર (Mahisagar) જિલ્લાના લુણાવાડા તાલુકાનો આગરવાળા પુલ નજીકના વિસ્તાર સ્યુસાઇડ પોઇન્ટ (suicide point) તરીકે ઓળખાય છે. ત્યાં મહીસાગર નદીમાં પ્રેમી પંખીડાએ (lovers) એકબીજા સાથે જીવન ટૂંકાવી (suicide) લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. યુવક અને યુવતીએ એક બીજાના હાથ દુપટ્ટાથી બાંધી સમાજ અને પરિવાર (family) નહીં અપનાવે પણ મરીને સાથે રહીશુંની આશાએ યુવક અને યુવતીએ આત્મહત્યા કરી છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામના પ્રેમી યુગલ 19 વર્ષનાં સંગીતાબેન બેન ઉર્ફે પિન્ટુ ફુલાભાઈ ડાયાભાઇ રાઠોડ અને 21 વર્ષનાં અશોકભાઈ રંજીતભાઈ રાઠોડે સુસાઇડ પોઇન્ટથી જાણીતા આગરવાળા પુલ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું છે. બંનેના મૃતદેહ કોઠંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ અંગે પોલીસે વધારે તપાસ ધરીને આગળની કાર્યવાહી હાથધરી છે. પ્રેમી પંખીડાના આપઘાતની વાત વાયુવેગે આસપાસનાં પંથકમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

સુરત: પોતાના પુત્ર સહિત ચાર પરિવારનાં સભ્યો કોરોનામાં ગુમાવતા મહિલાએ પણ તાણમાં આવી ટૂંકાવ્યું જીવન

આ બંને એક જ ગામના હતા અને બંને વચ્ચે પ્રેમ સબંધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું હતું કે, બંનેના પરિવારજનોને તેઓના પ્રેમ સબંધની જાણ થઇ હતી અને પરિવારજનોને આ પ્રેમ મંજૂર ન હતો.





જેના કારણે એકબીજાથી દૂર જવાના ડરને કારણે બંનેએ આપઘાત કરીને દુનિયાને જ અલવિદા કહી દીધી છે.

ગુજરાતીઓને બફારાથી મળશે છૂટકારો, જાણો કઇ તારીખથી રાજ્યમાં થશે ચોમાસાનું આગમન

સુજલામ સુફલામ કેનાલમાં બે ભાઇઓ ડૂબી ગયા હતા

થોડા દિવસો પહેલા બાલાસિનોર તાલુકાના ભાંથલા ગ્રામ પંચાયત વિસ્તાર પાસે આવેલી થરી લાટને અડીને જતમી સુજલામ સુફલામ કેનાલમાં બે યુવાનો ઢોરને પાણી પીવડાવવા જતાં બંને પિતરાઇ ભાઇઓ કેનાલમાં ડૂબી ગયા હતા. અરવલ્લી જિલ્લાની હદની નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલની આસપાસ સુરક્ષા દિવાલ ન હોવાના કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા રહે છે.



આ કેનાલ પાસે જગદીશભાઇ અરવિંદભાઇ ઝાલા ઉ.વ. 18 અને રોહીત વિજયસિંહ ઝાલા ઉ.વ. 18 બંને રહે. ફતાજીના મુવાડા, તા. બાયડ, જિ. અરવલ્લી જેઓ પોતાના ઢોર લઇને સુજલામ સુફલામ કેનાલમાં ઢોરને પાણી પીવડાવતા સમયે બંને યુવાનો કેનાલમાં ડૂબતા આસપાસના સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેઓની શોધખોળ તેમજ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
First published:

Tags: Love, Mahisagar, આત્મહત્યા, ગુજરાત