Home /News /gujarat /રાજ્યનાં મહીસાગર જિલ્લાનું આ અંતરિયાળ ગામ છે 'કોરોનામુક્ત', લોકો પાળી રહ્યાં છે કોરોનાના તમામ નિયમો

રાજ્યનાં મહીસાગર જિલ્લાનું આ અંતરિયાળ ગામ છે 'કોરોનામુક્ત', લોકો પાળી રહ્યાં છે કોરોનાના તમામ નિયમો

મિતેષ ભાટિયા, મહીસાગર: કોરોનાની બીજી લહેર દેશમાં તબાહી મચાવી રહી છે. ઠેર ઠેર લોકો પોઝિટિવ નોંધાઈ રહયા છે. કોરોનાથી કેટલાક લોકો મોતને ભેટી રહયા છે. જેથી સ્મશાનોમાં પણ જગ્યા રહી નથી. જ્યાં હોય ત્યાં મોટી મોટી લાઇનો  પડી રહી છે. ત્યારે  આવા કપરા કોરોના કાળમાં પણ મહીસાગર જિલ્લાનું એક નાનકડું ગામ કોરોના મુક્ત જોવા મળ્યું છે. ન્યૂઝ18ના રિયાલિટી ચેકમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા ઉમરીયા ગામમાં કોરોનાનો એક પણ કેસ આજ દિન સુધી નોંધાયો નથી.

અંતરિયાળ ગામ કોરોનામુક્ત

મહીસાગર જિલ્લામાં પણ દોઢ વર્ષથી કોરોનાના કહેરના  કારણે અનેક ગામડાઓ નગરોમાં અધધ કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. લુણાવાડાની એક માત્ર સરકારી જનરલ હોસ્પિટલમાં વેન્ટિલેટરો ધૂળ ખાતા હોવાથી દર્દીઓને મોતને પણ ભેટવુ પડી રહયું  છે. બીજી તરફ હોસ્પિટલમાં માત્રને માત્ર 50 બેડનો આઇસોલેશન વોર્ડ હોવાથી દર્દીઓને અમદાવાદ, વડોદરા જવું પડી રહ્યું છે. આવા સમયમાં પણ  મહીસાગર જિલ્લાનું અતિ અંતરિયાળ ગામ કોરોનાના કાળ દરમિયાન પણ કોરોનામુક્ત ગામ જોવા મળ્યું છે.

મોરબીમાં પુત્રએ માતાને ઢસડીને માર્યો માર, Video વાયરલ થતા તપાસનાં આદેશ

ગામમાં લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર

વીરપુર તાલુકાના ઉમરીયા ગામમાં અંદાજિત 800ની વસ્તી છે. આ ગામમાં લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. આ ગામ સરકારના મોટા ભાગના લાભોથી વંચિત જોવા મળ્યું છે. આ ગામ જ્યારે અમે મુલાકાત લીધી ત્યાં રસ્તાઓ ઉબડખાબડ અને લોકો પોતાના પશુઓ ખેતરોમાં ચરાવતા જતા જોવા મળ્યા. કેટલાક લોકો ચૂલા ફૂંકતા જમવાનું બનાવતા જોવા મળ્યા, તો કેટલાક લોકો મજૂરી કામ પણ કરી રહ્યા હતા. ત્યાં લોકોને પૂછવામાં આવ્યું કે, કોરોનાના કેટલા  કેસો આ ગામમાં છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું આ ઉમરીયા ગામ કોરોના મુક્ત છે. અને કોરોના કાળ દરમિયાન અત્યાર સુધીમાં આ ગામમાં એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી.  કેમ કે અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઉમરીયા ગામના લોકો કોરોનાના નિયમોનું સખતપણે પાલન કરતા હોવાનું પણ જોવા મળ્યું.

IPL 2021: આ કારણે અમદાવાદ અને દિલ્હીમાં તૂટ્યું બાયો-બબલ, સામે આવ્યા કારણ
" isDesktop="true" id="1095761" >

લોકો કોરોનાના નિયમોનું પાલન કરે છે

આ ગામમાં છુટા છવાયા મકાનો અને તમામ લોકો માસ્ક પણ ફરજીયાત પહેરે છે. ઘરમાં પણ અલગ અલગ રહી ડિસ્ટન્સ જાળવી રહ્યા છે. બહાર ગામ પણ જવાનું ટાળી રહ્યા છે. કોઈપણ ખરીદી કરવી હોય તો ગામની બહાર એક દુકાન આવેલી છે ત્યાં પણ અલગ અલગ ડિસ્ટન્સ રાખીને સૅનેટાઇઝ કરીને દુકાન દ્વારા માલ સામાન આપી રહ્યા છે. આ કોરોનાના નિયમોનું પાલન કરવાથી આ ઉમરીયા ગામ કોરોના મુક્ત રહયું છે. જેથી અન્ય ગામના લોકો પણ કોરોનાના નિયમોનું પાલન કરે તો સમગ્ર જિલ્લો નહિ પરંતુ આખોય દેશ કોરોના મુક્ત બની શકે.
First published:

Tags: Corona free, Coronavirus, COVID-19, Mahisagar, ગુજરાત

विज्ञापन