Home /News /gujarat /

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ચોથા દિવસે પણ અમદાવાદીઓનો ધસારો ચાલુ રહ્યો

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ચોથા દિવસે પણ અમદાવાદીઓનો ધસારો ચાલુ રહ્યો

ગુજરાતી સાહિત્ય મહોત્સવ 2022

સાહિત્ય તથા અન્ય વિષયોના એક ડઝનથી વધુ કાર્યક્રમો અને બેઠકો શ્રોતાઓ અને કાર્યક્રમમાં સામેલ થનાર વર્ગને રોમાંચિત કરત રહ્યા

અમદાવાદ:ગુજરાતનો અત્યંત લોકપ્રિય અને સૌથી મોટો સાહિત્યિકસમારંભગુજરાત લીટરેચર ફેસ્ટીવલ (જીએલએફ) શનિવારે તેના ચોથા દિવસે પણ લોકોને મોટી સંખ્યામાં આકર્ષિત કરતો રહયો. શનિવારે એક ડઝન કરતાં વધુ રસપ્રદ બેઠકો અને સમારંભોનું આયોજન કરવામાં આવ્યું હતું.જીએલએફની 9મી એડીશનના ચોથા દિવસે નવા યુગના લેખકોએ તેમના માનીતા સોશિયલ મીડિયા વિષય ઉપર રસપ્રદ ચર્ચા કરી હતી. એક કલાક ચાલેલી બીજી બેઠકમાં ગુજરાતી ભાષાના પ્રસિધ્ધ લેખકો મહેન્દ્રસિંહ પરમાર, શરીફાબેન વીજળીવાળા, દર્શનાબેન ધોળકિયા અને ઋષિકેશ રાવલે રાજ્યના વિવિધ વિસ્તારોના સાહિત્ય અંગે પોતાની સમજ દર્શાવીને ચર્ચા કરી હતી.

બેઠકના બીજા ભાગમાં જે લેખકો સામેલ થયા હતા તેમાં મણિલાલ પટેલ, હિતેન આનંદપુરા, ઉષા ઉપાધ્યાય અને ભગવાનદાસ પટેલા રાજ્યના અને સાથે સાથે રાજ્યની બહારના સાહિત્ય અંગે પણ ચર્ચા કરી હતી.આજના દિવસની વિશેષ બાબત ધ્વનિત ઠાકર અને સંગીત નિર્દેશક અને કમ્પોઝર ભાર્ગવ પુરોહિતે લોકપ્રિય અને ભૂતપૂર્વ આરજેના ભવિષ્યના આયોજન અંગે વાત કરી હતી.

કાર્યક્રમના ચોથા દિવસે યુવાન અને ઉભરતા કવિઓએ પોતાના કાવ્યો રજૂ કરીને ગુજરાતી કવિતા અંગે પોતાના અભિપ્રાયો રજૂ કરીને શ્રોતાઓને મોહિત કર્યા હતા. કવિતા અંગેની અન્ય એક બેઠકમાં પ્રસિધ્ધ કવિઓ ભાવેશ ભટ્ટ, હિતેન આનંદપુરા, પારૂલ ખખ્ખર, દેવાંગી ભટ્ટ અને એશા દાદાવાલાએ તેમની લોકપ્રિય ગુજરાતી કવિતાઓ રજૂ કરી હતી.

શનિવારે પ્રસિધ્ધ સ્ક્રીન રાઈટર અંજુમ રાજાબાલીએ એક મહત્વની બેઠકનું સંચાલન કર્યું હતું, જેમાં સંદિપ શ્રીવાસ્તવ, અભિનેતા રજીત કપૂર અને ફિલ્મ અને ટીવી રાઈટર ચારૂદત્ત આચાર્યએ રાષ્ટ્રભક્તિની સાચી વ્યાખ્યા અંગે ચર્ચા કરી હતી અને નવા જોમ સાથે ફિલ્મો અને વેબ સિરીઝમાં હાલના દિવસોમાં રજૂ થઈ રહેલી રાષ્ટ્રભક્તિ અંગે ચર્ચા કરી હતી.

વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટ સાથેની વાતચીતમાં એનડીટીવીના પ્રસિધ્ધ એન્કર શ્રીનિવાસ જૈન અને ભૂપેન્દ્ર ચૌબેએ વિવિધ પ્રકારના સમાચારો અને મુદ્દાઓના ઊંડાણ અંગે ચર્ચા કરી હતી. તેમણે સમાચાર ચેનલો  ઉપર ડીજીટલ મિડીયાની અસર અંગે પણ વાત કરી હતી.

જીએલએફના નિર્માતા સંકીત શાહ જણાવે છે કે,  પ્રથમ બે દિવસમાં ગુજરાત લીટરેચર ફેસ્ટીવલને જે ઉત્સાહી પ્રતિભાવ સાંપડ્યો છે. તેનો અમને અત્યંત આનંદ છે. બાળકો અને યુવાનોએ મોટી સંખ્યામાં સમારંભની બેઠકોમાં હાજરી આપી છે. રવિવારે વધુ રસપ્રદ બેઠકો યોજાશે. અમને વિશ્વાસ છે કે ગુજરાત લીટરેચર ફેસ્ટીવલના આખરી દિવસે પણ લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે.ગુજરાત લીટરેચર ફેસ્ટીવલના ચોથા દિવસે દર્શકો અને ફિલ્મો વચ્ચે વધતા અંતર અંગે વાત કરતાં અમિત મસૂરકર, રેશૂનાથ અને શેલીએ શ્રોતાઓની ઈચ્છાઓ અને પોતે જેનું નિર્માણ કરે છે અને લખે છે તે અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.મોનિકા ગુપ્તાનું પુસ્તર ડોટર ઓફ લુહારુ અને ઉદ્યોગપતિ એ કે જગત રામકાના પુસ્તક માય સેલ્ફ વીથ ઈન્ટીગ્રીટીનું પણ ગુજરાત લીટરેચર ફેસ્ટીવલના ચોથા દિવસે વિમોચન કરવામાં આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર