Pati Patni aur Woh: ગુજરાતના કદાવર નેતાની પત્નીએ જ ખોલી પોલ, ગર્લફ્રેન્ડ સાથે પકડી પાડ્યો
Pati Patni aur Woh: ગુજરાતના કદાવર નેતાની પત્નીએ જ ખોલી પોલ, ગર્લફ્રેન્ડ સાથે પકડી પાડ્યો
વીડિયોમાંથી લીધેલી તસવીર
Gujarat Latest news: આ વાયરલ થયેલા વીડિયોમાં પત્ની યુવતીને કહેતા સંભળાય છે કે, 'તે મારો નથી થયો, તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી. મારો બાપ પણ મરી ગયો.
અમદાવાદ: આજે રાજ્યના સોશિયલ મીડિયામાં (Gujarat Viral video) કોંગ્રસના કદાવર નેતાનો (Gujarat leader viral video) એક વીડિયો ભારે ચર્ચામાં આવ્યો છે. આ નેતાના પત્નીએ જ એક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. જેમાં આધેડ નેતા પોતાની કથિત ગર્લફ્રેન્ડ યુવતી સાથે પોતાના ફાર્મહાઉસમાં હતા. ત્યારે જ અચાનક પત્ની ત્યાં આવી ગઇ અને પતિ સાથે રહેતી યુવતીનો વીડિયો બનાવીને તેમનો પર્દાફાશ કર્યો કરવાનો પ્રયાસ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં હાલ કોંગ્રેસના કદાવર નેતાના પત્ની અને કથિત ગર્લફ્રેન્ડ યુવતી વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કોંગ્રી નેતા કોઈ અજાણી મહિલા સાથે પોતાના ફાર્મ હાઉસ પર હતા. ત્યાં અચાનક રાત્રીના સમયે તેમની પત્ની પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવતીને પોતાના પતિ સાથે જોઇને પત્નીએ ઘણો હોબાળો મચાવ્યો હતો. નેતાના પત્નીએ આ અજાણી યુવતી સાથે તેમના સંબંધો હોવાનો મસમોટો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ યુવતી અને પત્ની વચ્ચે મસમોટી બબાલ થઇ હતી.
આ બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુવતીએ પતિ-પત્નીના સંબંધ બગાડ્યા હોવાનો પત્નીએ આરોપ લગાવ્યો છે. પત્નીએ પતિ અને યુવતી પર એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ યુવતીને કારણે મારું જીવન બરબાદ થયું છે.
આ વાયરલ થયેલા વીડિયોમાં પત્ની યુવતીને કહેતા સંભળાય છે કે, 'તે મારો નથી થયો, તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી. મારો બાપ પણ મરી ગયો. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.' યુવતી પત્નીને આન્ટી કહીને પણ સંબોધે છે. જેના જવાબમાં પત્ની તેને એમ પણ કહે છે કે, 'તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર