નલિયા કાંડ: કેસ દબાવી દેવા પીડિતાને કોણે આપી હતી કરોડ રૂપિયાની ઓફર? જાણો
નલિયા કાંડ: કેસ દબાવી દેવા પીડિતાને કોણે આપી હતી કરોડ રૂપિયાની ઓફર? જાણો
રાજ્ય સહિત દેશભરમાં ખળભળાટ મચાવી દેનાર નલિયા કાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. છેલ્લા સવા વર્ષથી જેનું શોષણ થઇ રહ્યું હતુ એ પીડિતાએ ન્યૂઝ18 ઇટીવી સામે ખળભળાટ મચીવા દેનારા ખુલાસા કર્યા છે. દુષ્કર્મ કેસને દબાવી દેવા માટે પીડિતાને એક કરોડ રૂપિયા સુધીની ઓફર પણ આપવામાં આવી હતી.

ભૂજ #રાજ્ય સહિત દેશભરમાં ખળભળાટ મચાવી દેનાર નલિયા કાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. છેલ્લા એક વર્ષથી જેનું શોષણ થઇ રહ્યું હતુ એ પીડિતાએ ન્યૂઝ18 ઇટીવી સામે ખળભળાટ મચીવા દેનારા ખુલાસા કર્યા છે. દુષ્કર્મ કેસને દબાવી દેવા માટે પીડિતાને એક કરોડ રૂપિયા સુધીની ઓફર પણ આપવામાં આવી હતી.
સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ સૌ પ્રથમવાર મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતાં ન્યૂઝ18 ઇટીવી સામે પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, શાંતિભાઇ સોલંકીએ મારી વીડિયો ક્લિપ બનાવી હતી અને મને વારંવાર આ બાબતે બ્લેક મેઇલ કરતો હતો.
નવેમ્બર 2015થી થઇ રહ્યું છે શોષણ
પીડિતાએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, ગત નવેમ્બર 2015થી આ થઇ રહ્યું છે. પહેલીવાર મારૂ શોષણ નલિયામાં જ થયું હતું. ત્યાર બાદ વારંવાર શોષણ થયું છે. શાંતિએ વીડિયો વાયરલ કરવાની ધમકી બ્લેકમેઇલ કરતો હતો.
65 જણાનું ગ્રુપ, 35 છોકરીઓ ફસાઇ
પીડિતાએ કહ્યું કે, આ લોકોનું 65 જેટલા શખ્સોનું ગ્રુપ છે. આ કેસમાં 35 છોકરીઓ ફસાયેલી છે. જો પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો વધુ નામ બહાર આવી શકે છે અને ઘણી છોકરીઓ બચી શકે એમ છે.
કોણે આપી કરોડ રૂપિયાની ઓફર?
પીડિતાએ જણાવ્યું કે, ફરિયાદ નોંધાવ્યા બાદ મને અને મારા પરિવારને ઘણી ધમકીઓ મળી છે, સાથોસાથ કેસ દબાવી દેવા માટે એક કરોડ રૂપિયાની ઓફર પણ કરવામાં આવી હતી. આ ઓફર પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ડુમરવાલા દ્વારા કરાવવામાં આવી હતી.
ભાભી, સાંસદને રાહત
સમગ્ર કેસમાં શરૂઆતમાં જેનું નામ ચર્ચામાં હતું એવા ભાભી અને સાંસદ વિનોદ ચાવડાને રાહત થવા પામી છે. પીડિતા અને એના પતિએ આ બંને વ્યક્તિઓએ કેસમાં મદદ કરી હોવાનું તથા બંને સારા વ્યક્તિઓ હોવાનું જણાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર